Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હિમાચલમાં વરસાદથી ૩૦૦ કરોડનું નુકસાન

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે છેલ્લા અહેવાલ મુજબ ત્રણસો કરોડ રૂપિયાનું માતબાર નુકસાન થયાના અહેવાલ છે. ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશની ૪૪ સડકોને બંધ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક માટે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની સંભાવનાનું એલર્ટ જાહેર કર્યું છે.
કિનૌર કૈલાસ જઈ રહેલા ૨૫૦ ટ્રેકર્સ અને તીર્થયાત્રીઓ ફસાયા હાત અને તેમને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.ચોમાસાના પહેલા વરસાદની સાથે જ હિમાચલ પ્રદેશના કોટરોપીમાં કોહરામ મચવાનું શરૂ થઈ ગયું છે. કોટરોપી ખાતે ભૂસ્ખલનનો કાટમાળ નેશનલ હાઈવે પર આવવાને કારણે રસ્તો લગભગ છ કલાકથી વધુ સમય સુધી ઠપ્પ રહ્યો હતો.
શનિવારે સાંજે કોટરોપી ખાતે સડકનો એક ભાગ બેસી જતા પહાડોના ધસવાનો ખતરો પેદા થયો છે. વહીવટી તંત્રે આ માર્ગ પર વાહનોના આવાગમન પર સંપૂર્ણપણે રોક લગાવી દીધી છે. અહીંથી વાહનોના આવાગમન માટે અન્ય માર્ગની વ્યવસ્થા થઈ રહી છે. નેશનલ હાઈવેથી નીચે પંદલાહી ગામમાં એક પુલ અને બે ઘરાટ વહી ગયા છે.મંડી-પઠાનકોટ નેશનલ હાઈવે મંડીથી લગભગ છ કિલોમીટર પાછળ મેગલની નજીક પહાડ પરથી શિલા પડવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. કોટરોપીમાં કાટમાળ આવવાને કારણે પઠાનકોટ-મંડી નેશનલ હાઈવે વારંવાર બંધ કરવાની સ્થિતિ પેદા થઈ રહી છે. અહીં ગત વર્ષે પહાડો ધસવાને કારણે એકત્રિત થયેલો કાટમાળ વરસાદમાં ધસવાનું શરૂ થયું છે. આ કાટમાળ પર સડક બનાવવામાં આવી હતી. અહીં રવા નાળામાં પાણી અને કાટમાળના જોરદાર અવાજને કારણે પંદલાહી અને બડવાહન ગામમાં ગ્રામીણો રાત્રે જ ઘરોમાંથી બહાર નીકળીને સુરક્ષિત સ્થાનો પર રવાના થઈ ગયા હતા.
પંદલાહી ગામમાં પુલ વહી જવાને કારણે અહીં ગ્રામીણોનો અન્ય ગામો સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. જેના કારણે ગ્રામીણો દહેશતમાં પણ છે. લોકનિર્માણ વિભાગે કોટરોપી અને મેગલમાં જેસીબી મશીન લગાવીને રાહત કાર્ય શરૂ કર્યું છે. કોટરોપી પાસે બંધ થયેલા માર્ગને વૈકલ્પિક માર્ગ તરીકે સવારે સાડા સાત વાગ્યે બહાલ કરવામાં આવ્યો હતો. સોલનમાં ગત ત્રીસ કલાકોથી સતત વરસાદને કારણે પરિસ્તિતિ મુશ્કેલ થવા લાગી છે. કુમારહટ્ટી બાઈપાસ પર તપન હુંડઈની નજીક કાટમાળ પડવાને કારણે એક લેનને બંધ કરવામાં આવી છે.કુલ્લૂની સૌથી કઠિન ધાર્મિક યાત્રામાં શનિવારે બે શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા. આ બંને વ્યક્તિઓ નોંધણી વગર રામપુર થઈને શ્રીખંડ મહાદેવની યાત્રા પર ગયા હતા. કુલ્લૂના નાયબ કમિશનર યૂનુસે શ્રીખંડ યાત્રા પર હવામાનને કારણે હાલપૂરતી રોક લગાવી દીધી છે.

Related posts

પીએમ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડવા અંગે પાર્ટીનો નિર્ણય માનીશ : પ્રિયંકા ગાંધી

aapnugujarat

અટલજીની અસ્થિઓ ગંગા નદીમાં લીન

aapnugujarat

સરકારે ‘ટિકા ઉત્સવ’ મનાવ્યો પણ રસીના પુરતા ડોઝની વ્યવસ્થા ન કરી : પ્રિયંકા ગાંધી

editor

Leave a Comment

UA-96247877-1