Aapnu Gujarat
રમતગમત

મેદાનમાં મિત્રતા ભૂલી જાવ છું : બટલર

ભારત અને ઈંગ્લેન્ડના પ્લેયર્સ વચ્ચે શાબ્દિક યુદ્ધ હવે વધતું હોવાનું જણાય છે. ઈંગ્લેન્ડના ટોચના પ્લેયર જોસ બટલરે એક નિવેદનમાં જણાવ્યું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભારતીય પ્લેયર્સ સાથે મિત્રતા થઈ છે, પંરતુ આ ટેસ્ટ ક્રિકેટ દરમિયાન ગ્રાઉન્ડ પર કામ નહીં લાગે. તેણે તેમ પણ જણાવ્યું કે ગ્રાઉન્ડમાં તે હોય છે ત્યારે મિત્રતા ભૂલી જાય છે. બન્ને દેશો વચ્ચે ૧લી ઓગસ્ટથી પાંચ ટેસ્ટ મેચની સીરિઝનો પ્રારંભ થશે.એક ઈન્ટરવ્યૂમાં તેમણે ભારતીય પ્લેયર્સ સાથેના સંબંધના સવાલના જવાબમાં જણાવ્યું કે, તમે જે દેશમાં રમવા જતા હોવ ત્યારે ત્યાંના મહાન ખેલાડીઓ સાથે મળવાની તક સાંપડે છે. આ ટીમમાં કેટલાક ખેલાડી છે જેમની સાથે મારે મિત્રતા થઈ છે. હું પહેલા હાર્દિક પંડ્યા સાથે મુંબઈ ઈન્ડિયન્સમાં રમ્યો છું તેમજ મારા સહયોગી મોઈન અલી અને ક્રિસ વોક્સ વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમમાં રમ્યા હતા. આ ટીમમાં ચહલ પણ હતો. ૨૦૧૮ની સીઝનમાં હું રાજસ્થાન રોયલ્સમાં હતો, જેનો કેપ્ટન અજિંક્ય રહાણે હતો. અમારી વચ્ચે સારું બને છે. આઈપીએલ પછી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા આ પ્લેયરે વધુમાં જણાવ્યું કે,લીગ દરમિયાન અમે લંચ તેમજ પ્રેક્ટિસ સાથે કરતા હતા, જેથી મિત્રતા કેળવાઈ તે સ્વાભાવિક છે. પરંતુ જ્યારે મેદાન પર હોઈએ ત્યારે પ્રતિસ્પર્ધી છીએ અને એકબીજાને પાછળ રાખવા મહેનત કરીએ છીએ. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મેચ ૧લી ઓગસ્ટથી શરૂ થશે.

Related posts

भारत के खिलाफ एक भी टेस्ट मैच नहीं खेल पाना दुर्भाग्यपूर्ण : यासिर

aapnugujarat

प्रो कबड्डी लीग : आज भिड़ेंगे तेलुगु टाइटंस और यू मुंबा

aapnugujarat

England Tour के लिए पाकिस्तान टीम का ऐलान

editor

Leave a Comment

UA-96247877-1