Aapnu Gujarat
ગુજરાત

ફિલ્મ દિગ્દર્શકે સગીરાને તાબે થવા કહ્યું

શહેરમાં મોડલિંગનું કામ અપાવવાના બહાને એક ૧૭ વર્ષીય સગીરા મોડલને કહેવાતા બોગસ ડાયરેક્ટરે ફોન કરીને તેનું ઓડિશન લેવા માટે બોલાવી હતી અને તેણીને હોટલના એક રૂમમાં લઇ જઇ તેની સાથે સંબંધ રાખવા દબાણ કરી કાસ્ટીંગ કાઉચનો ભોગ બનાવતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. જો કે, કંઇ અનિચ્છનીય ઘટના ઘટે તે પહેલાં જ સગીરાએ પોતાના ભાઇને બોલાવી લેતાં આરોપી ડાયરેકટર ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવ અંગે સાબરમતી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજીબાજુ, કાસ્ટીંગ કાઉચની આ ઘટનાને લઇ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને મોડેલીંગની દુનિયામાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને મોડલિંગ ક્ષેત્રમાં યુવતીઓનુ શોષણ થતું હોય તે પ્રમાણે કાસ્ટિંગ કાઉચની ઘટના અમદાવાદમાં નોંધાતા ભારે ચકચાર મચી ગઇ છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના એસ જી હાઇવે નજીક રહેતી ૧૭ વર્ષીય ડિક્સી (નામ બદલ્યું છે) મોડલિંગ કરે છે. હાઇપ્રોફાઇલ પરિવારમાંથી આવતી ડિક્સીએ ઘણા ફેશન શો અને અને એડ માટે કામ કર્યુ છે. ડિક્સીને એક ફોન આવ્યો હતો, તેમાં એક એડના ઓડિશન માટે ડિક્સીને ગાંધીઆશ્રમ પાસે આવવાનું કહેવામાં આવ્યું હતું. આ શખસે પોતાનું નામ અભય મલ્હોત્રા જણાવ્યું હતું. અભયે ડિક્સીને કહ્યું હતું કે, હું એક એડ માટે મોડલની જરૂર છે તમે ૨૦૦૦ રૂપિયા અને પોતાનું આઇડી લઇને ગાંધીઆશ્રમ પાસે એકલા આવજો. ડિક્સીએ તેને કહ્યું કે હું મારા ભાઇ સાથે આવીશ. જેથી અભયે તેને કહ્યું કે, તમે તેની સાથે આવો તો વાંધો નથી પરંતુ તેને હોટલમાં લઇને આવશો નહીં. ફોન પર થયેલી વાતચીત પછી ડિક્સી તેના ભાઇ સાથે ગાંધીઆશ્રમ પાસેની એક હોટલ નજીક પહોંચી હતી. તેણે અભયને ફોન કર્યો કે તે ગાંધીઆશ્રમ પાસે પહોંચી ગઇ છે. તેણે હોટલમાં આવવાનું કહ્યું અને તેના આઇડી અને રૂપિયા લઇ લીધા હતા. થોડીવાર બાદ તે બહાર આવ્યો અને કહ્યું આપણે બીજી હોટલમાં જવું પડશે અને તેને બીજી હોટલમાં લઇ ગયો હતો .ત્યાર બાદ સગીરાને લાગ્યું કે આ વ્યક્તિ શંકાસ્પદ છે. જેથી તેણે તેના ભાઇને ફોન કરીને કહ્યું કે હું જઉ છું તું ફોન ચાલુ રાખજે. થોડી વાર બાદ અભય ડિક્સીને લઇને હોટલના રૂમમાં ગયો હતો. હોટલના રૂમમાં જઇને અભયે ડિક્સીને કહ્યું કે, લાઇટ બંધ કરી દે. પરંતુ ડિક્સીએ કહ્યું કે લાઇટ બંધ કરીને કયું ઓડિશન લેવાનું હોય. અભયે ડિક્સીને કહ્યું કે મોડલિંગ કરીને શુ કમાવા મળશે. મારી સાથે રિલેશન રાખ તને વધુ કમાવા મળશે. આટલું કહીને તેણે ડિકસીને અડપલાં કરવાનું ચાલુ કરી દીધું હતું. પરંતુ ડિક્સીએ તેના ભાઇ સાથે ચાલુ રાખેલા ફોનમાં હોટલમાં આવવા માટે કહ્યું હતું અને બીજીબાજુ તેણીએ બૂમો પાડવાની શરૂ કરી દીધી હતી. થોડી વારમાં ડિક્સીનો ભાઇ ત્યાં આવી પહોંચતા અભય ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. મોડેલ સગીરાએ આ અંગે પોલીસને જાણ કરતાં સાબરમતી પોલીસે આ કહેવાતા ડાયરેકટરને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

कोरोना वैक्सीन को लेकर नितिन पटेल का बड़ा बयान, दिसंबर के अंत तक आएगा

editor

મિલ્લતનગરની ઝુંપડપટ્ટીમાં આગથી ૩૦ ઝુંપડા ખાખ

aapnugujarat

शहर में ट्राफिकजाम होने पर अब ट्राफिक पुलिस सक्रिय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1