Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રથમ સ્માર્ટ સિટી તૈયાર થતાં ૩ વર્ષ લાગશે

બનારસને ટોક્યો અને દેશના અન્ય ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની મહત્વાકાંક્ષી યોજના માટે કેન્દ્ર સરકારે લગભગ ૩૦ હજાર કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે. અનુમાન છે કે, ચાલુ વર્ષના અંત સુધીમાં બીજા ૨૦ હજાર કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવશે. સરકારે દાવો કર્યો છે કે, દેશનું પ્રથમ સ્માર્ટ સિટી વર્ષ ૨૦૨૧ સુધીમાં બનીને તૈયાર થઈ જશે.રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં સરકારની સ્માર્ટ સિટી યોજના અંગે શહેરી વિકાસ પ્રધાન હરદિપસિંહ પુરીએ જણાવ્યું કે, મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ દેશમાં ૧૦૦ સ્માર્ટ સિટી બનાવવાના પ્લાન પર ઝડપથી કાર્ય કરવામાં આવી રહ્યું છે.સરકારના જણાવ્યા મુજબ યોજનાનો પ્રથમ તબક્કો જાન્યુઆરી ૨૦૧૬માં શરુ કરવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં ૩૭ ટકા નાણાં ખર્ચવામાં આવ્યા છે. આ યોજના હેઠળ દરેક પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર ૫૦૦ કરોડ રુપિયા આપશે. જ્યારે બાકીનું ભંડોળ રાજ્ય સરકાર અને પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ ઉપરાંત લોન દ્વારા ખર્ચવામાં આવશે.

Related posts

Wall collapse due to heavy rains in pune; 5 died

aapnugujarat

देश में कोरोना के मामलों में आई कमी : 24 घंटे में मिले 38,074 नए केस

editor

ECI declares poll schedule in Assam, Kerala, TN, WB and Puducherry results on May 2

editor

Leave a Comment

UA-96247877-1