Aapnu Gujarat
Uncategorized

ચોટીલા પાસે ઓઈલ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ચોટીલા નજીક દેવસર અને સૂરજદેવળ વચ્ચેથી પસાર થતી આઇઓસીની પાઇપ લાઇનમાં હોલ પાડી લાખો રૂપિયાના ક્રૂડ અને ઓઇલ ચોરી કરવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કરી ગુનો દાખલ કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ આ અંગેની વિગત એવી છે કે ચોટીલા નજીક દેવસર અને સૂરજદેવળ વચ્ચેથી પસાર થતી આઇઓસીની મેઇન પાઇપ લાઇનમાં હોલ પાડી ચોરી કરવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે છાપો મારતા ઓઇલ ચોરી કરતી ગેંગે નાસભાગ કરી મૂકી હતી અને રાતના અંધારામાં તમામ નાસી છૂટ્યા હતા.
પોલીસે દરોડા દરમિયાન એક ટેન્કર, ઓઇલનો જથ્થા સહિતનો કુલ રૂ. ૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી ચાર શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરી અત્યાર સુધીમાં કેટલી કિંમતના ઓઇલના જથ્થાની ચોરી થઇ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે અને આ અંગે આઇઓસીને પણ જાણકરવામાં આવી છે.

Related posts

ગોધરા તાલુકાના છબનપુર ગામમાં બન્યો હત્યાનો બનાવ

editor

સુરતમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને ફાંસીની સજા

editor

सुरेन्द्रनगर में जहरीली शराब पीने से दो की मौत

editor

Leave a Comment

UA-96247877-1