Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

નોર્થ કોરિયામાં રોકેટ લૉન્ચ સાઇટ નષ્ટ કરવાનું કામ શરૂ

નોર્થ કોરિયાએ મુખ્ય ન્યૂક્લિયર લોન્ચ સાઇટને નષ્ટ કરવાનું કામ શરૂ કરી દીધું છે. આ સાઇટ નોર્થ-ઇસ્ટ વિસ્તારમાં છે. અમેરિકાના મોનિટરિંગ ગ્રુપે સૂર્હે સ્ટેશનને ધ્વસ્ત કરવાની સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરી છે. આ ગ્રુપ અનુસાર, નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને અમેરિકા સાથએ જૂનમાં કરેલા કરારને અમલમાં મુક્યો છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, નોર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉને એન્જિન ટેસ્ટ સાઇટને નષ્ટ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જો કે, તેઓએ એ સ્પષ્ટતા નથી કરી કે આ સાઇટ કઇ હશે. નોર્થ કોરિયા વારંવાર નિવેદન આપે છે કે, સુર્હે એક સેટેલાઇટ લૉન્ચિંગ સાઇટ છે, પરંતુ અમેરિકાના અધિકારીઓને શંકા છે કે, આ સાઇટને બેલાસ્ટિક મિસાઇલ પરીક્ષણ માટે ઉપયોગ કરવામાં આવે છે.
ગત મહિને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે મળેલી ઐતિહાસિક સમિટ દરમિયાન બંને લીડર્સે કોરિયન પેન્નિનસુલાને પરમાણુ હથિયારોથી મુક્ત કરવા માટે સાથે મળીને કામ કરવા પર સમજૂતી કરાર કર્યા હતા. સિંગાપોરમાં આ બંને લીડર્સ ૧૨ જૂનના રોજ મળ્યા હતા. આ અઠવાડિયામાં જે સેટેલાઇટ ઇમેજ જાહેર કરવામાં આવી છે તે સુર્હે સેટેલાઇટ સ્ટેશનની છે.

Related posts

અમેરિકાએ પોતાના નાગરિકોને ભારત છોડવા આદેશ કર્યો

editor

Trump nominates Deputy Secy Dan Brouillette to be new Secy of Energy

aapnugujarat

अमेरिकी संसद में नया इमीग्रेशन बिल पेश

editor

Leave a Comment

UA-96247877-1