Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

આવનારા સમયમાં જીએસટીની ત્રણ શ્રેણી હશે : સુશીલકુમાર મોદી

જીએસટી પર રચાયેલી ઉચ્ચ સ્તરીય મંત્રીમંડળના સંયોજક અને બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ કહ્યું કે આવનારા સમયમાં જીએસટીની માત્ર ત્રણ જ શ્રેણીઓ હશે. તેનાથી ગ્રાહક અને કારોબારીઓ બન્નેને સગવડ રહેશે પરંતુ તેનો અમલ થતાં થોડો સમય લાગશે.
સુશીલ મોદીએ કહ્યું કે આ વિષય રાજ્યોના મહેસૂલ સાથે જોડાયેલો છે એટલા માટે નિર્ણય લેવામાં સમય લાગી શકે છે પરંતુ જીએસટી પરિષદ દરને તર્કસંગત બનાવવાની સાથે જ તેના ટેક્સ સ્લેબને ઓછો કરવા ઉપર પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે જીએસટી લાગુ થયા બાદ શઆતમાં એવું જોવાયું હતું કે મહેસૂલનું નુકસાન ન થાય અને જેમ જેમ મહેસૂલમાં સ્થિરતા આવી છે તેમ તેમ વસ્તુઓ પરનો દર ઓછો કરવામાં આવ્યો છે. અત્યારે જીએસટીથી મહેસૂલ આવક સરેરાશ ૯૫ હજાર કરોડ પિયા મહિનાની આસપાસ છે. આવામાં અમે દરોમાં કાપ મુકી રહ્યા છે જેનાથી અનેક વસ્તુઓની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે અને તેનાથી મધ્યમ વર્ગના લોકોને લાભ મળી રહ્યો છે.
તેમણે કહ્યું કે અત્યારે જીએસટી દરની પાંચ શ્રેણીઓ છે જેમાં ૨૮, ૧૮, ૧૨, ૫ અને ૦નો સ્લેબ છે. રાજ્યોએ પોતાના મહેસૂલને લઈને ગંભીરતા દેખાડી તો આવનારા સમયમાં તેને ઘટાડીને ત્રણ કરી નાખવાનો ઈરાદો છે.
સુશીલ મોદીએ કહ્યું કે એનડીએ સરકારે જીએસટીને લઈને જે બંધારણીય સંશોધન રજૂ કર્યા છે તેમાં પેટ્રોલિયમ પદાર્થોને પણ રાખવામાં આવ્યા છે. જો કે તેને લાગુ ક્યારે કરવા તે અંગે જીએસટી પરિષદે નિર્ણય લેવાનો બાકી છે.

Related posts

भगोड़े माल्या को झटका, सुप्रीम का दिवालिया कार्रवाई पर रोक लगाने से इनकार

aapnugujarat

इस साल देश में अक्टूबर महीने तक ७३ बाधों की मौत

aapnugujarat

हमने जो किया सही किया, हमारे काम से संतुष्ट हूं : खट्टर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1