Aapnu Gujarat
ગુજરાત

બાળકીના મગજમાંથી ૧૦૦થી વધુ કીડા નીકળ્યાં

૮ વર્ષની વિદિશાના માતા-પિતા દંગ રહી ગયા જ્યારે એમને ખબર પડી કે એમની દીકરીના દિમાગમાં ટેપવૉર્મના ઈંડા સંક્રમિત થયાં છે. વિદિશાને છેલ્લા ૬ મહિનાથી ભયંકર માથું દુખતું હતું અને મિરગીના હુમલા આવી રહ્યા હતા જે બાદ એને ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
સીટી સ્કેનમાં માલુમ પડ્યું કે એના દિમાગમાં ૧૦૦થી વધુ કીડા હતા. આ કીડા તેના પેટમાંથી થઈ લોહીના પ્રવાહ મારફતે દિમાગ સુધી પહોંચી ગયા હતા. ડૉક્ટર મુજબ શરુઆતમાં ન્યૂરોસિસ્ટીસરકોસિસ બીમારી જણાવવામાં આવી રહી હતી અને આ કારણે દિમાગમાં સોજા આવી ગયો હતો. એનું વજન ૨૦ કિલો સુધી વધી ગયું હતું. બાળકી ઠીકથી શ્વાસ પણ નહોતી લઈ શકતી અને સરખી રીતે ચાલી પણ નહોતી શકતી.
સોજો ઘટાડવા માટે લાંબા સમય સુધી તેને ભારે હેવી ડૉઝની દવા આપવામાં આવી. તે બાદ પણ વિદિશાની હાલત ઠીક ન થઈ. જ્યારે ડૉક્ટર્સે સિટી સ્કેન કર્યું તો દિમાગમાં ૧૦૦થી વધુ કીડાના ઈંડા દેખાયાં હતાં. જે ટેપવર્મ હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું.
બીમારીનો ખ્યાલ આવ્યા બાદ ઓપરેશન કરી તેના દિમાગમાંથી ઈંડા બહાર કાઢવામાં આવ્યાં. હવે બાળકીની હાલત સ્થિર છે. ભૂલથી ટેપવર્મ સંક્રમિત ખોરાક ખાવાથી આ ઈન્ફેક્શન થઈ ગયું હતું. નર્વ સિસ્ટમ દ્વારા દિમાગ સુધી પહોંચી જવા પર તે ન્યૂરો-સિસ્ટીસરકોસિસથી ગ્રસ્ત થઈ ગઈ, જેનાથી એને ગંભીર માથાનો દુખાવો અને મિરગીના હુમલા આવવા લાગ્યા.
મિરગીના હુમલા અંગે જણાવતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે કેન્દ્રીય નર્વસ સિસ્ટમમાં ટેપવર્મ ઈન્ફેક્શન હોવાના કારણે મિરગીના હુમલા આવવાના ચાન્સ વધી જાય છે.

Related posts

अहमदाबाद में मोदी आज स्वच्छता के उद्देश्य के साथ महासम्मेलन को संबोधित करेंगे

aapnugujarat

भुज में एक हिंदु संगठन द्वारा नवरात्रि पर्व दौरान मुस्लिम कलाकारों की प्रस्तुति पर लगाई रोक

aapnugujarat

રામપરાથી ગોરખમઢીના બિસ્માર રસ્તા,તંત્રના આંખ આડા કાન

editor

Leave a Comment

UA-96247877-1