Aapnu Gujarat
ગુજરાત

ઝુરાના ડુંગરાળ વિસ્તારમાં મોરની હત્યા

કચ્છના પાવરપટ્ટી વિસ્તારોમાં વન્ય જીવોના શિકારની પ્રવૃત્તિ પર લગામ લગાડવામાં વનતંત્રની નિષ્ફ્ળતા છતી કરતી ઘટનામાં ઝુરા કેમ્પ નજીક બેફીકરા બનેલા શિકારીઓ દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યા કરવામાં આવતાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. ગામલોકોની જાણ બાદ વન વિભાગે તપાસ હાથ ધરી હતી.
પંથકના ઝુરાથી દક્ષિણે ડુંગરાળ વિસ્તારમાં આવેલી સોઢા વસાહત ઝુરા કેમ્પ નજીક એકલમલના ધાર્મિક સ્થાન નજીક હત્યા કરાયેલા મોરની ડોક અને અન્ય અવશેષો ગામના બકરીના માલધારીને નજરે ચડ્યા પછી એ અંગે ગામલોકોને જાણ કર્યા બાદ વન વિભાગમાં જાણ કરતાં ભુજ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઑફિસર વિજયસિંહ ઝાલાએ ફોરેસ્ટર ઇશાક બ્રેર અને વનપાલ ગોજિયાને તપાસ માટે ઘટનાસ્થળે મોકલાવ્યા હતા અને ગામલોકોને સાથે રાખી હત્યા કરાયેલા મોરની ડોક સહિતના અવશેષો એકત્ર કરી વેટરનરી વિભાગની લેબોટરીમાં તપાસ અર્થે મોકલી તપાસનો દોર શરૂ કર્યો હતો. ખાસ કરીને રાત્રિના અંધકારમાં શિકારીઓ ખુલ્લા વાહન અને હથિયારો સાથે બિન્ધાસ્ત બની શિકારની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે,ત્યારે વન વિભાગ આ ડુંગરાળ પંથકમાં રાત્રિ પેટ્રોલિંગ શરૂ કરે તેવી માંગ રોષે ભરાયેલા ગામલોકોએ કરી હતી.

Related posts

ભચાઉ- સ્ટીલ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ

aapnugujarat

દેશના લોકોએ કોંગ્રેસને જળસમાધી આપવાનું નક્કી કર્યું : પાટીલ

aapnugujarat

ભલાણા ગામની કેનાલમાં બે બહેનપણીઓએ જીવન ટૂંકાવ્યુંં

editor

Leave a Comment

UA-96247877-1