Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં યુવકની હત્યા

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારનાં આમીર કોમ્પ્લેક્ષમાં પાર્કિંગના મુદ્દે ઝઘડો થતાં વેપારીએ યુવકને છરો મારી તેની હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઇ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા આમીર કોમ્પ્લેક્સમાં રહેતો ૨૨ વર્ષીય ઇલ્યાસ યાસીન મેમણ રિક્ષા ડ્રાઇવિંગ અને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો હતો. કોમ્પ્લેક્ષની નીચે ફરહાન શેખની કબીર ચિકન શોપ આવેલી છે. ઈલિયાસ અને ફરહાન વચ્ચે પાર્કિંગના મુદ્દે અગાઉ ઝઘડા થયા હતા. ગઇકાલે રાત્રે ફરી બંને વચ્ચે પાર્કિંગ મુદ્દે બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો. દરમિયાન ઉશ્કેરાયેલા ફરહાને દુકાનમાંથી ગુપ્તી અને તલવાર જેવાં મારક હથિયાર કાઢી ઈલિયાસને મારી દેતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. ઝઘડાને પગલે દોડી આવેલા ઇલિયાસના પિતા યાસીનભાઇને પણ માથામાં ઘા ઝીંકવામાં આવતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે યુવાન ઇલિયાસનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યાસીનભાઇને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેપી રોડ પોલીસે હુમલાખોરની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

Related posts

માંડલ તેમજ વિરમગામ તાલુકામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી

editor

રાજપીપલાની આઇટીઆઇ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની કરાયેલી ઉજવણી

aapnugujarat

દલિત વિરોધી મોદી સરકારનો બહિષ્કાર કરવા જીગ્નેશની ચિમકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1