Aapnu Gujarat
રમતગમત

ટેસ્ટ શ્રેણીમાં ભારતની આશાનો ભાર બેટ્‌સમેનો પર રહેશે : ગાંગુલી

ભારતે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી સહેલાઈથી જીતી લીધા પછી આયોજક રાષ્ટ્રની ટીમ વિરુદ્ધ વન-ડે મેચોની શ્રેણીમાં તેનો પરાજય થયો હતો.
“ટેસ્ટ ક્રિકેટમાં રમતની બાજી પર અંકુશ જમાવવા માટે તમારે દાવમાં ૪૦૦ રન કરવાના રહે છે અને ભારતીય બેટ્‌સમેનો પહેલા દાવમાં ૪૦૦ રનનો જુમલો ખેડી શકશે તો ભારતને જીતવાનો મોકો રહે છે, એમ ગાંગુલીએ અહીં ઈડન ગાર્ડન્સ ખાતે પત્રકારો જોડેની વાતચીતમાં કહ્યું હતું.
આઈ. સી. સી.ના ટેસ્ટ રેન્કિંગમાં પાંચમો ક્રમ ધરાવતી ઈંગ્લેન્ડની ટીમે તેની છેલ્લી ત્રણ શ્રેણીમાંથી એકમાત્ર મેચ સિવાય કોઈ શ્રેણી જીતી નથી અને ઉચ્ચ ક્રમાંકિત ભારતને જીતવાનો લાગ રહે છે.
“ભારત ઘણી સારી ટીમ છે અને તેના બેટ્‌સમેનો સારી બૅટિંગ કરતા તેને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતવાનો મોકો છે, એમ ગાંગુલીએ કહ્યું હતું.
વર્લ્ડ કપ વિજયી સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ ઈંગ્લેન્ડ સામે ભારતની બીજી અને ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં પોતાની ધીમી ગતિની બૅટિંગ માટે ઘણાની નિંદા-ટીકા આમંત્રી હતી તથા તેની નિવૃત્તિની અફવાઓ પણ પ્રસરી હતી.

Related posts

ઓસ્ટ્રેલિયા શ્રેણી મારો અંતિમ પ્રવાસ હોઈ શકે : ઈશાંત

aapnugujarat

બીસીસીઆઈ ઓફિસમાં ઇન્કમ ટેક્સની તપાસ

aapnugujarat

ટીમ ઇન્ડિયામાં કંઇ ખાસ નથી : સ્ટીવ વૉ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1