Aapnu Gujarat
રમતગમત

ટીમ ઇન્ડિયામાં કંઇ ખાસ નથી : સ્ટીવ વૉ

પૂર્વ ઓસ્ટ્રેલિયાઇ કપ્તાન સ્ટીવ વૉને વિશ્વાસ નથી કે, વિરાટ કોહલીના નેતૃત્વવાળી હાલની ટીમ ઇન્ડિયામાં કંઇ ખાસ છે, જેના વિરૂદ્ધ તેમને પોતાના સમયમાં રમ્યા હતાં. સ્ટીવ વૉએ અહિંયા રવિ શાસ્ત્રીના નેતૃત્વવાળી ભારતીય ટીમનો ઉલ્લેખ કર્યો. વૉનું નિવેદન શાસ્ત્રીથી સંબંધીત હતું, જેણે હાલમાં જ કહ્યું હતું કે, ૧૫ વર્ષમાં આ ટીમ ઇન્ડિયા સર્વશ્રેષ્ઠ છે.
વૉએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું,’જુઓ મને લાગે છે કે, મેં મહાન ભારતીય ટીમો સાથે મેચ રમી છે. મને વિશ્વાસ નથી કે, જે ટીમ ઇન્ડિયા વિરૂદ્ધ અમે રમ્યા હતા, તેનાથી હાલની ટીમ સારી છે કે નહી. તેઓ સમજે છે કે, શાસ્ત્રી પોતાની ટીમનો જુસ્સો વધારવા માટે આવું નિવેદન આપે છે. પરંતુ તેમનું માનવું છે કે, આ પ્રકારના નિવેદનને ટાળી શકાય છે.’
પૂર્વ કાંદારૂ કપ્તાને કહ્યું,’મને વિશ્વાસ નથી પરંતુ લાગે છે કે, આવું નિવેદન આપવું જોઇએ નહી કારણ કે, આથી ટીમ પર દબાણ વધે છે. એક વાર તેઓ હારવાનું શરૂ કરે છે તો પછી ખુબ આલોચનાનો સામનો કરવો પડે છે. આ સારૂ છે કે, રવિ શાસ્ત્રીને પોતાની ટીમ પર વિશ્વાસ છે પરંતુ આ પ્રકારના નિવેદન તેમણે પોતાના સુધી સિમિત રાખવા જોઇએ.’
ઓસ્ટ્રેલિયાના મહાન કપ્તાન સ્ટીવ વૉને વિશ્વાસ છે કે, આગામી સિરીઝમાં તેમની ટીમ ભારત માટે મુશ્કેલીઓ ઉભી કરશે. તેમણે કહ્યું,’ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં હરાવવું મુશ્કેલ છે. અમારી પાસે વિશ્વસ્તરીત આક્રામક બોલર છે. અમે વિકેટો લઇ શકીએ છીએ. જો અમારા બેટ્‌સમેનો પહેલી ઇનિંગમાં ૩૫૦નો સ્કોર બનાવી નાંખીએ તો પછી તેમને હરાવવી મુશ્કેલ છે.

Related posts

IPL होने की खबर सबसे अच्छी : अय्यर

editor

चाहर, खलील व सैनी जैसे युवा समय के साथ होंगे परिपक्व : गांगुली

aapnugujarat

Malaysia Badminton Legend Lee Chong Wei declare retirement after cancer battle

aapnugujarat

Leave a Comment

UA-96247877-1