Aapnu Gujarat
ગુજરાત

અબડાસા-લખપતમાં ખનિજ ચોરો સામે તવાઇ આવશે

કચ્છ જિલ્લાના અબડાસા-લખપતમાં ખનિજ ચોરીના વ્યાપક દુષણ સામે તંત્ર દ્વારા પોલીસ, ખાણ ખનિજ, સંલગ્ન વિભાગોનો સાથ લઇ આકરી તવાઇ રૂપે મેજર ઓપરેશન આગામી ટુંક સમયમાં હાથ ધરાશે તેવો સ્પષ્ટ નિર્દેશ આપતાં જિલ્લા કલેકટર રેમ્યા મોહન આપ્યો છે.
કચ્છના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે માઇનીગની ફરિયાદો નિયમીત રીતે મળતી રહે છે અને વહીવટીતંત્ર દ્વારા આ પ્રવૃતિઓ સામે આંખ આડા કાન કરવામાં આવે છે.
કચ્છ કલેક્ટરને એવી પણ ફરિયાદો મળી છે કે, કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પવનચકકી કંપનીઓ દ્વારા લીલીઝાડીઓનો સોથ વળી રહયો છે. આ ફરિયાદોના પગલે પશ્ચિમ કચ્છ જિલ્લા વન વિભાગને સખતાઇ વર્તવા તાકિદ કરી હતી.
કલેક્ટરે આદેશ આપ્યા છે કે, ગેકકાનુની પ્રવૃતિ અટકે એ માટે તકેદારીના પગલાંરૂપે મોબાઇલ વાહન સતત ફરતું રહે અને બાજ નજર રાખી ધાક બેસાડતી કાર્યવાહી હાથ ધરવી.
જિલ્લા કલેક્ટર સાથે યોજાયેલી સંકલનની મિટીંગ શનિવારે યોજાઇ હતી. આ સંકલનની બેઠક અગાઉ ઓરી, રૂબેલા રસીકરણ અંતર્ગત જિલ્લામાં થયેલ ૨૫ ટકા કામગીરી ઓરી-રૂબેલા રસીકરણ વિશે થતાં અપપ્રચારથી સાવધાની વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. કચ્છમાં આ રસીકરણથી કોઇ પણ નુકશાન કે મુશ્કેલી ઉભી નથી થઇ તેવું જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યુ હતું.

Related posts

भातु गैंग पुलिस के शिकंजे में

aapnugujarat

દિયોદર તાલુકાના કોતરવાડા મેન નર્મદા કેનાલથી ફુલપુરા જતો રસ્તો બિસ્માર

editor

સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર પૂજ્ય જલારામબાપાનું મંદિર ૬ દિવસ બંધ રહેશે

editor

Leave a Comment

UA-96247877-1