Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતના ૩૬ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો

રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેનું જોર થોડું ઘટાડ્યું છે. વરસાદી જોર ઘટતા તંત્રને રાહત થઇ છે. જો કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોની હાલત હજુ પણ કફોલી બનેલી છે. જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે. પાણી ઉતરતા બચાવ અને રાહત કામગીરી તીવ્ર કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત ટીમો સક્રિય છે. રાજ્યના ૩૬ ાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે જેમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૧૩૩મીમી એટલે કે પાંચ ઇંચથી વધુ અને વેરાવળ તાલુકામાં ૧૧૫ મીમી, કોડીનારમાં ૧૧૦ મીમી, માંગરોળમાં ૧૦૫ મીમી વળી કુલ ્‌રણ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે ૧૯-૭-૨૦૧૮નેસવારે સાત કલાક દરમિયાન જામનગર તાલુકામાં ૯૬મીમી, કેશોદમાં ૮૪ મીમી, માળિયામાં ૭૪ મીમી મળી કુલ ત્રણ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ થયો છે જ્યારે કાલાવાડ તાલુકામાં ૬૯મીમી, તલાલામાં ૬૮ મીમી, વઘઈમાં ૬૮ મીમી, ઉનામાં ૬૨ મીમી, વીસાવદરમાં ૫૯ મીમી, લાલપુરમાં ૫૮ મીમી, સુત્રપાડામાં ૫૭મીમી, જામજોધપુરમાં ૫૬ મીમી, સાંધીધામમાં ૫૪ મીમી, ગીર-ગઢડામાં બાવન મીમી, ધરમપુરમાં ૫૨ મીમી, ચીખલીમાં ૫૦ મીમી અને જાફરાબાદમાં ૫૦મીમી મળી કુલ ૧૩ તાલુકામાં બે ઇંચથી વધુ અને અન્ય ૧૬ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ હોવાના અહેવાલ મળ્યા છે. આજે સવારે ૮થી ૧૦ કલાક દરમિયાન વડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં ૭૩ મીમી એટલે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ, બોરસદમાં ૪૭ મીમી, કપરાડામાં ૪૪ મીમી, ડાંગમાં ૪૨ મીમી, વાસંદામાં ૩૫ મીમી, આંકલાવમાં ૨૭ મીમી, બોડેલીમાં ૨૭મીમી એમ મળી ૬ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ જારી રહ્યો છે. આજે સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં એટલી હદે ધોધમાર અને તોફાની વરસાદ વરસ્યો હતો કે, રસ્તાઓ જાણે નદીઓ બન્યા હતા અને રસ્તાઓ પર વરસાદના પાણી ધસમસતા પ્રવાહ સાથે વહેતા હતા, જેમાં સ્થાનિક વેપારીઓ-ફેરિયાઓની લારીઓ અને કેટલીક મહિલાઓ પણ તણાઇ હતી. જો કે, મહિલાઓને સ્થાનિક લોકોએ પાણીમાં તણાતાં પકડીને બચાવી લીધી હતી. સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં એક કલાકમાં જ ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. અંબાજી બેચરાજીમાં બે ઇંચ વરસાદ હતો.

Related posts

પ્રત્યેક વિદ્યાર્થી શ્રેષ્ઠ નાગરિક બને તેવા પ્રયાસો હાથ ધરવા નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાની હિમાયત

aapnugujarat

राहुल ने पर्रिकर से मुलाकात कर तबीयत का हाल जाना

aapnugujarat

અંકુશરેખા ઉપર પાકિસ્તાન દ્વારા ફરી ભીષણ ગોળીબાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1