Aapnu Gujarat
મનોરંજન

રણવીર સાથે કરિશ્મા તન્ના ચમકશે

રોકસ્ટાર રણબીર કપુર સાથે સંજુ ફિલ્મમાં કામ કર્યા બાદ રાતોરાત લોકપ્રિય થયેલી કરિશ્મા તન્ના હવે બીજી બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. કરિશ્મા તન્ના હવે સિમ્બા રણવીર સાથે પણ નાનકડા રોલમાં નજરે પડનાર છે. સિમ્બા ફિલ્મમાં અભિનેત્રી તરીકે સારા છે . ફિલ્મમાં નહીં બલ્કે તે જાહેર ખબરમાં સાથે કામ કરવા જઇ રહી છે. સંજુ ફિલ્મમાં બોલ્ડનેસના કારણે તે જાણીતી થઇ ગઇ છે. કરિશ્મા સંજુમાં નાનકડા રોલમાં હતી. હવે તે રણવીર સિંહ અને કરિશ્મા મળી શકે છે. જો કે બંનેની જોડી કોઇ ફિલ્મમાં નહીં બલ્કે એક કોમર્શિયલ એડ માટે કામ કરી રહી છે. બંને નવી એડમાં જોવા મળનાર છે. આની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આની માહિતી કરિશ્મા તન્ના પોતે આપી રહી છે. કરિશ્મા તન્ના હાલમાં સતત ચાહકોમાં લોકપ્રિય થઇ રહી છે. કરિશ્મા તન્નાએ એક ફોટો શેયર પણ કર્યો છે. જો કે મોડેથી તેને દુર કરી દેવામાં આવ્યો છે. આ ફોટોમાં કરિશ્મા તન્ના અને રણવીર સિંહ સાથે નજરે પડી રહ્યા હતા. એવુ પણ જાણવા મળ્યુ છે કે આ એડ ફિલ્મને અલી અબ્બાસ જફર બનાવી રહ્યા છે. રણવીર સિંહ હાલમાં રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બાને લઇને વ્યસ્ત છે. જેમાં તેની સાથે સારા અલી ખાન કામ કરી રહી છે. ફિલ્મ હમેંશાની જેમ અને રોહિત શેટ્ટીની અન્ય ફિલ્મોની જેમ એક્શનથી ભરપુર રહેશે. કરિશ્મા તન્નાનુ કહેવુ છે કે રણવીર સાથે કામ કરવાની બાબત દરેક કલાકારો માટે હમેંશા સારી રહે છે. કરિશ્મા તન્ના સંજુ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદથી સોશિયલ મિડિયામાં હમેંશા ચર્ચામાં રહી છે. તેના બોલ્ડ અને હોટ ફોટો હાલમાં સતત જારી કરવામાં આવી રહ્યા છે. સંજુ ફિલ્મ જારી કરવામાં આવ્યા બાદ પણ તેના કેટલાક બોલ્ડ અને સેક્સી ફોટો જારી કરવામાં આવ્યા હતા. જેની તેના લાખો ચાહકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.

Related posts

‘सत्ते पे सत्ता’ के रीमेक में रितिक के ऑपोजिट नजर आएंगी कटरीना

aapnugujarat

२०० करोड़ के करीब पहुंची शाहिद कपूर की कबीर सिंह

aapnugujarat

સારા સાથે સ્પર્ધા નથી : જાહન્વી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1