Aapnu Gujarat
મનોરંજન

રજનિકાંત-અક્ષય કુમારની ફિલ્મને ઇન્તજાર

બોલિવુડ સ્ટારની બોલિવુડમાં પોતાની એક્ટિંગ કુશળતાના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી મોટા સ્ટારની યાદીમાં રહેલા અક્ષય કુમારની મોટી ફિલ્મ ટુ હવે વર્ષ ૨૦૧૮માં રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મને હવે ૨૯મી નવેમ્બર ૨૦૧૮ના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં રજનિકાંત મુખ્ય સ્ટાર તરીક છે. ફિલ્મમાં અભિનેત્રી તરીકે એમી જેક્સન છે. દિવાળી પર અક્ષય કુમારની મોટી ફિલ્મ રજૂ કરવાની યોજના હતી. જેમાં રજનિકાંત મુખ્ય અભિનેતા તરીકે છે. ટુ નામની આ ફિલ્મમાં તે વિલન તરીકે રજૂ થનાર છે. દિવાળી પર ફિલ્મને રજૂ કરવાની યોજના હતી. તમામ ફિલ્મોમાં તેની જુદી જુદી ભૂમિકા રહેશે. આ વર્ષે અક્ષય કુમારની સૌથી પહેલા જોલી એલએલબી-૨ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. જેમાં તેની સાથે હુમા કુરેશીની મુખ્ય અભિનેત્રી તરીકેની ભૂમિકા હતી.ફેબ્રુઆરી મહિનામાં રજૂ થયેલી આ ફિલ્મ એક કોર્ટ ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. જેમાં કોમેડી પણ ભરપુર રીતે જોવા મળી હતી. આ ફિલ્મનુ શુટિંગ મોટા ભાગે લખનૌમાં કરવામાં આવ્યુ હતુ. અભિનેત્રી હુમા કુરેશીને પણ એક મોટી ફિલ્મ હાથ લાગી ગઇ હતી. અક્ષય કુમાર હાલના સમયમાં સૌથી વ્યસ્ત રહેનાર અભિનેતા પૈકી એક છે. તેની ટોઇલેટ પ્રેમકથા ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ સફળતા હાંસલ કરવામાં સફળ રહી હતી. જેથી તે હવે ખુશખુશાળ છે.રજનિકાંત અને અક્ષય કુમારની જોડીની ફિલ્મ વારંવાર મોકુફ કરવામાં આવ્યા બાદ હવે નવેમ્બરમાં ફિલ્મ રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Related posts

આગળ વધવા માટે ભુતકાળને ભુલવો જ પડે છે : કેટરિના કૈફ

aapnugujarat

ફિલ્મ ન મળતા હવે બિપાશા ટીવી શો કરવા માટે ઇચ્છુક

aapnugujarat

અક્ષય સેલ્ફી લેવાં આવેલ ફેનને નજર અંદાજ કરી જતો રહ્યો

editor

Leave a Comment

UA-96247877-1