Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બાબા બર્ફાનીનાં ૧૯૭૦૦૦ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

અમરનાથ યાત્રા ભારે ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં આગળ વધી રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરરોજ પવિત્ર અમરનાથ ગુફામાં કુદરતીરીતે બનતા શિવલિંગના દર્શન કરી રહ્યા છે.
આજે સવારે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જુદા જુદા વાહનોમાં ૨૨૦૧ શ્રદ્ધાળુઓ બે બેઝ કેમ્પ માટે રવાના થયા હતા. શ્રદ્ધાળુઓના આ કાફલાની સાથે મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ પણ રહેલી છે. અમરનાથ યાત્રા શરૂ કરવામા ંઆવ્યા બાદથી હજુ સુધી ૧૯૭૦૦૦ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે.
આ વખતે આ આંકડો રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી શકે છે. પ્રતિકુળ સંજોગો હોવા છતાં શ્રદ્ધાળુઓના ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં કોઇ ઘટાડો થયો નથી. તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે.૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. બે મહિના સુધી ચાલનાર આ યાત્રામાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રામાં હજુ સુધી ૧.૯૭ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા છે. બીજી બાજુ હજુ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાબાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. નુનવાન બેઝકેમ્પ માટે ૧૪૮૦ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ૩૬ કિલોમીટરના પહેલગામ ટ્રેક ઉપર આ શ્રદ્ધાળુઓ રવાના થયા છે જ્યારે બીજા ૧૪૪૨ શ્રદ્ધાળુઓ ૧૨ કિલોમીટરના ટુંકા બાલતાલ રુટ ઉપર રવાના થયા છે. હાલમાં ભારે વરસાદ, ખરાબ હવામાન અને પ્રતિકુળ સંજોગોના કારણે અમરનાથ યાત્રાને વારંવાર મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અભૂતપૂર્વ છે. અમરનાથ યાત્રા દરમિયાન જુદી જુદી ઘટનાઓમાં હજુ સુધી ૧૩ના મોત થઇ ચુક્યા છે.
અમરનાથ યાત્રામાં અનેક પ્રકારની અડચનો આવી રહી છે છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. ખરાબ હવામાન અને વરસાદની સ્થિતી પણ હાલમાં અડચણરૂપ બની હતી.
થોડાક દિવસ માટે અમરનાથ યાત્રાને બંધ રાખવાની ફરજ પણ પડી હતી. જો કે હવે અમરનાથ યાત્રા સાનુકુળ રીતે આગળ વધી રહી છે. શ્રદ્ધાળુઓમાં ત્રાસવાદી હુમલાની કોઇ દહેશત દેખાઇ રહી નથી. સુરક્ષા વ્યવસ્થા તમામ જગ્યાએ રાખવામાં આવી છે. વિતેલા વર્ષોમાં હુમલા થઇ ચુક્યા છે જેથી આ વખતે વિશેષ સુરક્ષા રાખવામાં આવી રહી છે. દર્શન કરનાર શ્રદ્ધાળુઓનો આંકડો આ વખતે ખુબ ઉપર પહોંચી શકે છે.

Related posts

૨૦૦૦ની નોટ લોકો વાપરી નાંખવાનું પસંદ કરે છે : રિપોર્ટ

aapnugujarat

China is our most important national security challenge”, cautioning against its possible game plan : IAF chief

editor

टेरर फंडिंग मामले में NIA ने पीडीपी नेता वहीद-उर-रहमान पारा को किया गिरफ्तार

editor

Leave a Comment

UA-96247877-1