Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આજથી સંસદનું મોનસુન સત્ર શરૂ

સંસદનુ મોનસુન સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યુ છે. આ સત્ર તોફાની બનવાના સાફ સંકેતો દેખાઇ રહ્યા છે. એકબાજુ વિરોધ પક્ષે જમ્મુ કાશ્મીરમાં હાલમાં પ્રવર્તી રહેલી સ્થિતી, ખેડુતોની સમસ્યા, બેરોજગારી અને દલિતો પર અત્યાચારના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને ભીંસમાં લેવા માટેની તૈયારી કરી લીધી છે. બીજી બાજુ મોદી સરકાર સત્રમાં ત્રિપલ તલાક સહિતના મુદ્દા પર બિલને પસાર કરવા માટે ઇચ્છુક છે. વિરોધ પક્ષો પાસેથી સહકારની માંગ કરવામાં આવી રહી છે. સંસદના મોનસુન સત્ર દરમિયાન વિરોધ પક્ષોની વ્યુહરચનાની સામે એનડીએ સરકારે પણ તેની રણનિતી તૈયાર કરી લીધી છે. મોનસૂન સત્ર ૧૮મી જુલાઈથી શરૂ થશે અને ૧૦મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું છે કે, મોનસુન સત્ર દરમિયાન કાર્યક્રમ મુજબ જ તમામ મુદ્દાઓ રજૂ કરવામાં આવશે. મોનસુન સત્ર દરમિયાન કેટલાક વટહુકમને પણ બિલ તરીકે પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે. ત્રિપલ તલાક બિલ સરકારની મુખ્ય પ્રાથમિકતા તરીકે છે. આ બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યા બાદ રાજ્યસભામાં પેન્ડિંગ છે. સરકાર અન્ય પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવા સંબંધિત બિલને પણ પસાર કરવા ઇચ્છુક છે. સરકારના એજન્ડામાં મેડિકલ શિક્ષણ માટે રાષ્ટ્રીય આયોગ બિલ અને ટ્રાન્સઝેન્ડરો સાથે જોડાયેલા બિલ પણ સામેલ છે. મોનસુન સત્ર દરમિયાન અપરાધિક કાયદા સુધારા બિલ ૨૦૧૮ને રજૂ કરવાની પણ યોજના છે. આમા ૧૨ વર્ષની ઓછી વયની બાળકીઓ સાથે બળાત્કારના મામલામાં મૃત્યુદંડની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉરાંત જુદા જુદા બિલ રજૂ કરવામાં આવનાર છે જેમાં જનપ્રતિનિધિ સુધારા બિલ ૨૦૧૭, ડેન્ટિસ્ટ સુધારા બિલ, ફરાર અપરાધી સાથેસંબંધિત બિલ ૨૦૧૮નો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય રમતગમત યુનિવર્સિટી બિલ ૨૦૧૭, ભ્રષ્ટાચાર અટકાયત સુધારા બિલ ૨૦૧૩ને પણ રજૂ કરવામાં આવશે. સત્ર દરમિયાન માનવ અધિકાર સુરક્ષા સુધારા બિલ, માહિતી અધિકાર સુધારા બિલ પણ રજૂ કરવામાં આવી શકે છે. સસંદના મોનસુન સત્ર શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સંસદના મોનસૂન સત્રમાં મહિલા અનામત બિલ લાવવા માટે માંગ કરી છે. રાહુલે પોતાના પત્રમાં કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી સંસદમાં આ બિલનું સમર્થન કરશે. રાહુલના આ પત્રને ભાજપના ત્રિપલ તલાક બિલના જવાબમાં જોવામાં આવે છે. હકીકતમાં ભાજપ પણ ત્રિપલ તલાક પર આ સત્રમાં જ બિલ લાવવા માટે ઈચ્છુક છે. જેથી વિપક્ષી પાર્ટીઓનો સહકાર માંગવામાં આવી રહ્યો છે. સંસદનું મોનસૂન સત્ર ૧૮મી જુલાઈથી શરૂ થશે અને ૧૦મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સંસદ અને વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામત મળે તેવી અમારી ઈચ્છા છે. કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલી સંસદના અતિ મહત્વપૂર્ણ મોનસૂન સેશનમાં હાજરી આપશે નહીં. અરૂણ જેટલી તબીબોની સૂચના મુજબ હાલ આરામ ઉપર છે. ૧૪મી મેના દિવસે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એમ્સમાં અરૂણ જેટલીએ કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી. અરૂણ જેટલી છેલ્લા ઘણા સમયથી રાજકીય રીતે સક્રિય નથી. અરૂણ જેટલીની ગેરહાજરીમાં ભારતીય જનતા પાર્ટી રાજ્યસભામાં ગૃહના નવા નેતા તરીકે કોઈ અન્યની પસંદગી કરશે. આ પોસ્ટ હાલમાં અરૂણ જેટલી પાસે છે.મોનસુન સત્ર જોરદાર તોફાની બની શકે છે. સત્ર દરમિયાન જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો પર સતત કરવામાં આવી રહેલા ત્રાસવાદી હુમલા, દેશની આર્થિક સ્થિતી, બેરોજગારી, સુર૭ા વ્યવસ્થા સહિતના મામલે ચર્ચા કરવામાં આવશે. આ તમામ મુદ્દા રાજકીય ગરમી જગાવી શકે છે. આ મુદ્દે સરકારને ભીંસમાં લેવા માટે કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષોએ કમર કસી લીધી છે. સરકાર વિરોધ પક્ષોનો સામનો કરવા તૈયાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિરોધ પક્ષો મોનસુન સત્રને લઇને આક્રમક તૈયારી કરી ચુક્યા છે. સરકારને ભીંસમાં લેવા માટે જોરદાર યોજના તૈયાર થઇ ચુકી છે. સત્ર દરમિયાન સામાન્ય લોકો સાથે જોડાયેલા જુદા જુદા મુદ્દા ઉપર વિપક્ષી દળો વ્યાપક સહમતિ સાથે આગળ વધનાર છે. તમામ વિરોધ પક્ષોના નેતાઓનું કહેવું છે કે, બંને ગૃહોની કામગીરી સાનુકુળરીતે ચાલે તે માટેની જવાબદારી સરકારની બને છે. રાજ્યસભામાં નાયબ અધ્યક્ષની ચૂંટણીમાં સત્તારુઢ ભાજપ દ્વારા વિલંબને લઇને વિપક્ષ રાહ જોવાની નીતિ અપનાવવા માટે ઇચ્છુક છે. સંસદના મોનસુન સત્રમાં બેરોજગારી, એમએસપી, કૃષિ સંકટ, મોબલિચિંગ, લઘુમતિઓ સાથે સંબંધિત મુદ્દોઓ, દલિતો અને આદિવાસીઓ ઉપર અત્યાચાર, પેટ્રોલિયમ પેદાશોની વધતી જતી કિંમતો સહિતના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. સર્વપક્ષીય બેઠકમાં પણ આ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાત કહી ચુક્યા છે કે, વિરોધ પક્ષોમાં એવા મુદ્દા પર સહમતિ છે કે, લોકો સાથે સંબંધિત મુદ્દાઓને ઉઠાવવામાં આવશે અને ચર્ચા કરવામાં આવશે.

Related posts

કાશ્મીરમાં બુરહાન વાની ગેંગનો સફાયો

aapnugujarat

सुप्रीम कोर्ट में नए कृषि कानून के खिलाफ किसानों के प्रदर्शन पर सुनवाई टली

editor

લોરેન્સ બિશ્નોઈ નવો દાઉદ, ગેંગમાં ૭૦૦થી વધારે શૂટર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1