Aapnu Gujarat
બ્લોગ

જીવાણુઓથી ઊર્જા ઉત્પન્ન થશે

કેનેડાના વિજ્ઞાનીઓએ કરેલા દાવા મુજબ તેઓએ જીવાણુઓનો ઉપયોગ કરી એવા સોલર સેલની રચના કરી છે કે જેનાથી ઝાંખા પ્રકાશમાં પણ વીજળી ઉત્પન્ન કરી શકાશે. આમ તો સોલર સેલ્સથી બનેલા સોલર પેનલમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે સૂર્ય પ્રકાશની જરૂર પડે છે. ત્યારે કેટલીક વખત ઝાંખા પ્રકાશના કારણે વીજળી ઉત્પન્ન કરવામાં મુસીબત અનુભવાતી હોય છે પણ હવે આવી સમસ્યા નહિ રહે.
કેનેડા ખાતેની યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા(યુબીસી)ના વિજ્ઞાનીઓ દ્વારા વિકસાવવામાં આવેલા આ સેલથી અત્યારસુધી મળતાં તમામ ઉપકરણોની સરખામણીએ તે વધુ તીવ્રતાથી કરંટ ઉત્પન્ન કરી શકાય છે. આ સેલ ઓછા પ્રકાશમાં પણ પુરતા પ્રકાશની જેમ જ અસરકારક રીતે કામ કરી શકે છે. આ માટે જે જીવીત જંતુનો ઉપયોગ કરવામા આવ્યો છે તેના પરથી વિજ્ઞાનીઓએ આ સોલર સેલ્સને બાયોજેનિક નામ આપ્યુ છે. તેમનુ માનવુ છે કે આ સેલ્સ જેટલા પારંપરિક સોલર પેનલોંમાં વપરાતા કૃત્રિમ સેલ્સમાં કારગર સાબિત થઈ શકે છે તેટલા જ આમા પણ અસરકારક બની શકે છે.
બાયોજેનિક સોલર સેલ્સ બનાવવા માટે આ અગાઉ કરવામાં આવેલા પ્રયાસમાં વિજ્ઞાનીઓએ પ્રકાશ સંશ્લેષણમાં વપરાતા જીવાણુઓ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેના કારણે આ પ્રકિયા મોંઘી અને જટિલ બની ગઈ હતી. અને તેમાં રહેલા ઝેરી સોલવન્ટના કારણે ડાઈનું સ્તર ઘણું ઘટી ગયું હતું. તેમ છતાં વિજ્ઞાનીઓએ હાર માની ન હતી. પણ તેમણે આ જીવાણુઓ પર કામ કરવાનું બંધ કરી નાખ્યું હતું. ત્યારબાદ યુબીસીની ટીમે આનુવંશિક એન્જિનિયરિંગનો ઉપયોગ કરી ઈ કોલાઈ (એસ્ચેરિચિયા કોલાઈ નામના જીવાણુ) પરથી મોટી માત્રામાં લાઈકોપેન કાઢવાનો ઉપાય શોધી કાઢયો હતો.
લાઈકોપેન જ ટામેટાંને લાલ અને નારંગી રંગ આપવાનું કામ કરે છે. અને આ જ તત્વ ઓછી રોશનીમાં પણ ઊર્જા ઉત્પન્ન કરી શકે છે. ત્યારબાદ સંશોધનકારોએ જીવાણુને એક મિનરલ(પ્રવાહી) સાથે ભેળવી દીધું જેથી તે એક સેમી કંડકટરની જેમ કામ કરી શકે. ત્યારબાદ આ મિશ્રણને કાચની સપાટી પર નાખ્યું હતું. તેના કારણે સેલના એક ખૂણામાં આ કાચ એનોડનું કામ કરવા લાગ્યું હતું. તેમાં જોવા મળ્યું હતું કે તેનાથી વધુ તીવ્રતાથી કરંટ ઉત્પન્ન કરી શકાય છે.

Related posts

। धर्म पथ ।

aapnugujarat

સટ્ટો કાયદેસર થવાથી સડો દુર નહી થાય

aapnugujarat

લાગણીસભર, બુદ્ધિશાળી અને કહ્યાગરા રૉબોટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1