Aapnu Gujarat
શિક્ષણ

ધો.૧૨ના પેપર ચેકિંગમાં ભૂલો કરતા બોર્ડનું તેડુ

ગળાકાપ સ્પધર્નિા સમયમાં ધોરણ ૧૨ બોર્ડનું પરિણામ કરિયર બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. ત્યારે ઘણીવાર પેપર તપાસનારા શિક્ષકોની ભૂલોનું પરિણામ વિદ્યાર્થીઓએ ભોગવવું પડે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ (જીએસએચઈબી) દ્વારા પેપર તપાસતી વખતે ટોટલમાં ભૂલો કરનારા ૫,૭૪૨ વિદ્યાર્થીઓને સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ શિક્ષકોએ ટોટલમાં ૧૦થી ૨૩.૫ માર્કની ભૂલો કરી હતી.
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પેપર તપાસવામાં ૪,૨૭૫ શિક્ષકોએ ગફલત કરી હતી. આ શિક્ષકોમાંથી ૩,૦૧૪ જેટલા શિક્ષકોએ ૧૦ કે તેનાથી વધુ માર્ક્સની ભૂલ ટોટલિંગમાં કરી હતી. તો ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પેપર ચેક કરવામાં ૧,૪૬૭ શિક્ષકોએ ટોટલની ભૂલો કરી. આ પૈકીના ૮૦ શિક્ષકોએ ટોટલમાં ૧૦ કે તેનાથી વધુ માર્ક્સની ભૂલ કરી.
આર. એચ. જુનાકિયાએ જણાવ્યું કે, ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહના એક વિદ્યાર્થીએ એક સવાલમાં ૧.૫ માર્ક મેળવ્યા હતા. પરંતુ ટોટલ વખતે તેને ૧૫ ગણ્યા. તો બીજા એક સવાલમાં ૧૦ માર્ક વધારે આપી દીધા. વિદ્યાર્થીએ ઈકોનોમિક્સમાં ૨૩ માર્ક વધારે મેળવ્યા. આ વખતે ગુજરાત બોર્ડમાંથી આશરે ૬ લાખ જેટલા વિદ્યાર્થીઓેએ ધોરણ ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી.
બોર્ડના અધિકારીઓએ પરિણામ ડિજિટલ ફોર્મેટમાં મૂકતાં પહેલા પેપર ક્રોસ ચેક કયર્‌િ ત્યારે ટોટલની આ ભૂલો પકડાઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓના માર્ક સુધારી દેવામાં આવ્યા હતા. હવે પેપર ચેક કરતી વખતે ગાફેલ રહેનારા શિક્ષકોએ ભૂલનું પરિણામ ભોગવવું પડશે.

Related posts

ધોરણ-૧૦નું પરિણામ મેના ચોથા સપ્તાહમાં જાહેર કરાશે

aapnugujarat

પીએમશ્રી યોજના હેઠળ ૧૪,૫૦૦ શાળાનો કાયાકલ્પ કરાશે

aapnugujarat

सीबीएसई बोर्ड परीक्षा केन्द्र पर डीजिटल प्रश्नपत्र भेजेगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1