Aapnu Gujarat
ગુજરાત

સૌરાષ્ટ્ર, કચ્છ પર મોનસુન સક્રિય

દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર મોનસુન જોરદારરીતે સક્રિય થઇ ગયું છે. આની અસર હવે જોવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો છે. અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારો પર સક્રિય છે. આવી સ્થિતિમાં ભારે વરસાદ જારી રહી શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ તરફથી હજુ પણ આગામી પાંચ દિવસ માટે અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામં આવી છે જેથી તંત્રને હજુ તમામ સાવધાની રાખવી પડશે. અનેક જગ્યાએ ઘુંટણ સમાન પાણી છે ત્યારે આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દક્ષિણ્‌ ગુજરાત અને ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે જેમાં અમરેલી, ગીરસોમનાથનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં વરસાદમાં બ્રેકની સ્થિતિ હોવા છતાં હવામાન વિભાગ તરફથી હળવા વરસાદી ઝાટપાની આગાહી કરવામાં આવી છે. તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. લોકોની મદદ માટે પોલીસ અને સ્થાનિકોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. સુરક્ષિત સ્થળોએ લોકોને ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ યથાવતરીતે રહી શકે છે. આગામી પાંચ દિવસમાં વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે.

Related posts

ખેડા : ૨૭૦૦૦ ડૉલર માટે હત્યા કરનાર અશ્વિન પટેલ ૨૦ વર્ષે અમેરિકાથી ઝડપાયો

aapnugujarat

NDRFની ટીમોને સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં મોકલાઈ

aapnugujarat

એએમસી આરોગ્ય વિભાગ પર ઉઠ્યા સવાલ, દવાના જથ્થાનોનિકાલ કરવાનો આરોપ

editor

Leave a Comment

UA-96247877-1