Aapnu Gujarat
ગુજરાત

સૂરત : વધુ ત્રણ એરલાઇન્સ ફલાઇટ શરુ કરવા તૈયાર, ઓગસ્ટથી થઈ શકે શરુઆત

સૂરત એરપોર્ટ પર વધી રહેલા એર ટ્રાફિકને પગલે વધુ ત્રણ એરલાઇન્સ કંપનીઓએ ફિઝિબિલિટી સર્વે કરાવ્યો છે. બધું સમુંસૂતરું પાર પડશે તો ઓગસ્ટ સુધીમાં એર એશિયા, વિસ્તારા એરલાઇન્સ અને ગો એર એરલાઇન્સ સૂરતથી ફલાઇટ શરુ કરી શકે છે.આગામી મહિને આ ત્રણે કંપનીઓ તરફથી સૂરત એરપોર્ટ ઓથોરિટીને હકારાત્મક નિર્ણયની આશા છે. ત્રણે એર લાઇન્સના સર્વે રીપોર્ટમાં ફિઝિબિલિટી, પેસેન્જર ટ્રાફિક, સ્મૂથ ઓપરેશન સહિતની સુવિધાઓનો સર્વે કર્યો હતો. જોકે સૂરતથી કયા કયા શહેરોની કનેક્ટિવિટી અપાશે તેનો ઉલ્લેખ કરાયો નથી.સૂરત એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યાં અનુસાર આગામી સમયમાં સૂરત એરપોર્ટ પરથી એર પેસેન્જર ટ્રાફિકમાં વધારો થશે જેને લઇને એરપોર્ટ સંકુલના બંને તરફના બિલ્ડિંગનો વિસ્તાર કરવામાં આવશે. તે ઉપરાંત રનવે એક્સટેન્શન પણ કરવામાં આવશે.ઓગસ્ટમાં સૂરતથી ભાવનગર સીધી ફ્લાઇટ શરુ થવાનું અનુમાન છે. એક કંપનીએ તે માટે બંને એરપોર્ટના સ્લોટની માગણી પણ કરી છે. કંપની જુલાઇમાં ડીજીસીએને અરજી કરશે અને મંજૂરી મળતાં ફલાઇટ શરુ કરશે.ઉલ્લેખનીય છે કે સૂરત એરપોર્ટ પરથી ૨૦૧૬-૧૭માં કુલ ૧ લાખ ૯૪ હજાર ૬૮૮ યાત્રીઓ નોંધાયા છે જેથી નવી નવી એર લાઇન્સ પોતાની સેવા આપવામાં ઉત્સુકતા દર્શાવી રહી છે.

Related posts

સૌરાષ્ટ્રના 8 સાંસદોમાંથી 2 સીટ પર જ ભાજપ રીપીટ કરે તેવી શક્યતા

aapnugujarat

પાણી ન મળતા ઘોઘંબા-કાલોલના અસંખ્ય ખેડૂતોનો ઉભો પાક બળીને ખાખ

aapnugujarat

ઓરી રૂબેલા રસીકરણ અભિયાનઃ ૧.૬ કરોડ બાળકોને આવરી લેવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1