આપણા નજીકના મિત્ર રશિયાને ચેતાવણી આપતા ભારતે કહ્યું કે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં સભ્યપદ આપવામાં નહીં આવે તો તે પરમાણું ઉર્જા વિકાસનાં પોતાના કાર્યક્રમમાં વિદેશી પાર્ટનર્સને સાથ આપવાનું બંદ કરી દેશે. ભારતે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે આવી સ્થિતિમાં તે રશિયા સાથે કુડનકુલન પરમાણુ ઉર્જા પ્રોજેક્ટની પાંચમા અને છઠ્ઠા રિએક્ટર યૂનિટ્સને વિકસાવવામાં જોડાયેલ ને એમઓયુને મોકૂફ રોકી શકે છે.વૈશ્વિક મુદ્દાઓ પર ચીન સાથે ઉભા રહેનાર રશિયા પાસે ભારત આશા રાખે છે કે તે ભારતના એનએસજીના સભ્યપદ માટે ચીન પર દબાણ કરશે. હવે તો રશિયાને પણ લાગી રહ્યું છે કે ભારત કુડનકુલન એમઓયુને લઈને જાણી જોઈને સમય લગાવી રહ્યું છે જેથી તે એનએસજીના સભ્યપદ માટે રશિયા પર દબાણ કરી શકે.પુનિત-મોદી મુલાકાતમાં હવે ફક્ત બે અઠવાડીયાજ બાકી છે. એવામાં રશિયાને ચિંતા થઈ રહી છે કે એમઓયુ સાઈન નહી થાય તો આ વાતોનો કોઈ અર્થ નહીં રહે.
જાણવામાં આવી રહ્યું છે કે ભારતે આ વખતે રશિયાને બહું જ સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપી દીધો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું,જો આવતા એક-બે વર્ષોમાં એનએસજીનું સભ્યપદ નથી મળતું તો તેમની પાસે સ્વદેશી પરમાણુ ઉર્જા કાર્યક્રમ ચલાવવા સીવાય કોઈ રસ્તો નહીં રહે.જો કે એ સ્પષ્ટ નથી કે ભારતે આ પ્રકારની ચેતાવણી અમેરિકા અને ફ્રાંસને પણ આપી છે કે નહીં કારણકે આ દેશો પણ પરમાણું ઉર્જામાં ભારતનાં મોટા ભાગીદાર છે, પરંતુ એ વાત સ્પષ્ટ છે કે ભારત રશિયાને એક મહાન શક્તિ તરીકે જોઈ રહ્યું છે, જે પોતાના પ્રભાવથી ચીનને ભારતની એનએસજીના સભ્યપદમાં ફાંસ નાખતા અટકાવવા માટે મનાવી શકે છે.