Aapnu Gujarat
રાષ્ટ્રીય

સીઆરપીએફે સર્જિકલ સ્ટ્રાઈક કરીને માર્યા ૧૫ નક્સલી

સુકમામાં સીઆરપીએફના જવાનોની શહાદતનો બદલો લેવાઈ ગયો છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં રવિવારથી મંગળવાર સુધી ચાલેલા નક્સલ વિરોધી અભિયાનમાં ૨૦ નક્સલીઓને મારવાનો દાવો સુરક્ષા અધિકારીઓએ કર્યો છે. કોબરા બટાલિયને ૧૩-૧૪મેની રાત્રે સુકમા અને વીજાપુરમાં ઓપરેશન ચલાવીને ૧૫ નક્સલીઓને માર્યા છે.સીઆરપીએફના આઈજી વિવેકાનંદ સિન્હાએ જણાવ્યું કે, વીજાપુર જિલ્લામાં બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાયગુંડમના જંગલોમાં સુરક્ષાદળો અને નક્સલીઓની વચ્ચે અનેકવાર અથડામણ થઈ છે. જેમાં સુરક્ષા દળોએ ૧૫ નક્સલીઓને માર્યા છે. ત્યા રવિવારે થયેલી અથડામણમાં સુરક્ષા દળનો એક જવાન શહીદ થઈ ગયો છે અને બે જવાન ઘાયલ થયા હોવાનું જણાવાયું છે.આ સંબંધે એક વીડિયો સામે આવ્યો છે.
આ વીડિયો એ ઓપરેશન દરમિયાન લેવામાં આવ્યો છે, જે સીઆરપીએફની કોબરા બટાલિયનના નક્સલીઓના વિરોધમાં છેડાયુ છે. વીડિયોમાં કોબરાના જવાન જંગલોમાં પોઝીશન લઈને ફાયરિંગ કરતા આગળ વધતા દેખાઈ રહ્યા છે. ફાયરિંગનો અવાજ પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે. સીઆરપીએફએ નક્સલીઓને મારી દીધા છે.આઈજીએ કહ્યું કે, સ્થળ પર પડેા ખૂન અને લાશોને ખસેડવામાં આવેલી પ્રવૃત્તિઓને જોતા એ શંકા વ્યક્ત કરાઈ છે કે, કેટલા નક્સલીઓ માર્યા ગયા હશે.
આ ઓપરેશનમાં ઘાયલ જવાનોને હેલિકોપ્ટર દ્વારા રાયપુર લઈ જવાયા હતા, હાલ તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે શહીદ જવાનના શવને પૂરતા સન્માન સાથે તેમના ઘરે રવાના કરાયો છે.વીજાપુરના પોલીસ અધિક્ષક કે.એલ ધ્રુવે જણાવ્યું કે, સીઆરપીએફ, ડીઆરજી, જિલ્લા પોલીસ દળ અને કોબરા બટાલિયનના જવાન એકસાથે અભિયાન પર નીકળ્યા હતા. ત્રણ દિવસોથી આ વિસ્તારમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સુરક્ષા દળોને ગુપ્ત માહિતી મળી હતી કે, રાયગુંડમના જંગલોમાં ૧૦૦-૧૫૦ની સંખ્યામાં નક્સલી સક્રિય છે.તેમણે કહ્યું કે, બે અલગ અલગ જગ્યાઓમાં થયેલી પોલીસ-નક્સલી અથડામણમાં ૨૦ નક્સલી માર્યા ગયા છે. અથડામણ દરમિયાન નક્સલી પોતાના સાથીઓના મૃતદેહ સાથે લઈ ગયા છે. આવું પહેલીવાર નથી થયું. આ પહેલા પણ જેટલી વાર અથડામણ થયા છે, તેમાં નક્સલી પોતાના સાથીઓના મૃતદેહ જંગલમાં સાથે લઈને ભાગતા જતા હોય છે.

Related posts

નિરવ મોદીની ૬૩૭ કરોડની સંપત્તિ કબજે

aapnugujarat

RBI का SMS बिना पढ़े न करें डिलीट

aapnugujarat

गणतंत्र दिवस की हिंसा के बाद दिल्ली की जेलों में बंद हैं 115 किसान : केजरीवाल

editor

Leave a Comment

UA-96247877-1