Aapnu Gujarat
રાષ્ટ્રીય

૯૯ વર્ષના હેડમાસ્તરે ૧૦ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ

તામિલનાડુની રાજધાની ચેન્નાઈમાં એક સરકારી સ્કૂલના ૯૯ વર્ષીય હેડ માસ્ટર (નિવૃત્ત)ને ૧૦ વર્ષની બાળકીનું શારીરિક શોષણ કરવાના આરોપમાં પકડવામાં આવ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે.
પોલીસે જણાવ્યું છે કે આરોપી હેડ માસ્ટરને તેના સન્નીરકુપ્પમ સ્થિત ઘર પરથી પકડવામાં આવ્યો છે. આરોપી પરશુરામના પાંચ ઘર છે. તેમાંથી તેણે સન્નીરકુપ્પમ સ્થિત પોતાના ઘર પર બે વર્ષ પહેલાં બાળકીના માતા-પિતાને ભાડે ઘર આપ્યું હતું. શુક્રવારે બાળકીને પેટમાં દર્દ ઉપડયું હતું અને ઉલટીઓ થવા લાગી હતી. પહેલાં બાળકીના માતા-પિતાને લાગ્યું કે તેણે સ્કૂલમાં કંઈક ખાઈ લીધું હશે જેનાથી તેની તબિયત ખરાબ થઈ ગઈ છે.
જ્યારે તે લોકો તેને ડોક્ટર પાસે લઈ ગયા ત્યારે તેમને બાળકી સાથે થયેલા શારીરિક શોષણ અંગે માલૂમ પડયું હતું. બાળકીના માતા-પિતાએ જ્યારે તેને પૂછયું તો તેણે જણાવ્યું કે પરશુરામ તેને ઘરના બાથમમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે ગંદી હરકત કરી હતી. બાળકીએ કહ્યું કે પરશુરામ તેને ઓરલ સેક્સ કરવા માટે કહેતો હતો.
પોલીસે જણાવ્યું કે પરશુરામના સાત બાળકો છે પરંતુ હાલ તે એકલો રહેતો હતો. શનિવારે બાળકીના માતા-પિતાએ પરશુરામ સામે પોતાની બાળકીના શોષણની ફરિયાદ નોંધાવી હતી. પરશુરામે પણ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. તેના વિરુદ્ધ પોક્સો એક્ટની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

Related posts

મોદી મંત્રીમંડળે પોક્સો એક્ટને કડક બનાવ્યો

aapnugujarat

દેશનાં અનેક રાજ્યોમાં હજુ લાખો ઘરોમાં અંધારપટની સ્થિતી

aapnugujarat

સાયબર હુમલાનો સામનો કરવા માટેની ખાસ તૈયારી : સેના સહિત અનેક એજન્સીઓની સંયુક્ત કવાયત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1