Aapnu Gujarat
રાષ્ટ્રીય

દર્દીના પેટમાંથી નીકળ્યો સ્ટીલનો ગ્લાસ

કાનપુરમાં એક ચોંકવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રામા હોસ્પિટલમાં હાજર ડૉક્ટરો ૨૬ જૂને ચોંકી ગયા જ્યારે તેમને ખબર પડી કે દર્દીના પેટમાં સ્ટીલનો ગ્લાસ છે. એક્સ રે રિપોર્ટમાં પેટમાં ગ્લાસ હોવાનું માલુમ પડ્યા બાદ ડોક્ટરોએ બુધવારે ઓપરેશન કર્યુ. ડૉક્ટરએ પેટ ચીરીને ગ્લાસ બહાર કાઢ્યો. આ ઓપરેશન બે કલાક સુધી ચાલ્યુ. ઓપરેશન કરનાર ડૉક્ટરોએ આને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો.
મામલો કાનપુરના રામા હોસ્પિટલનો છે જ્યાં દિબિયાપુર (ઔરૈયા) થી આવેલ રામદીન (૬૨) નામના એક વ્યક્તિના પેટમાં ગ્લાસ હોવાની વાતે સૌને ચોંકાવી દીધા. દર્દીએ જણાવ્યુ કે ૧૦ દિવસ પહેલા બદમાશોએ રામદીનને મારીને બેભાન કરી દીધો હતો ત્યારબાદ તેને લૂટ્યો અને તેના પાછળના ભાગમાંથી સ્ટીલનો ગ્લાસ તળિયા બાજુથી ઠૂંસી દીધો જે તેના પેટમા પહોંચી ગયો.
દર્દી પેટમાં પીડાની ફરિયાદ લઈને આવ્યો હતો. અલ્ટ્રાસાઉન્ડ કરાવતા પેટમાં ગ્લાસ ફસાયો હોવાનું જાણવા મળ્યુ. ગ્લાસ આંતરડામાં ફસાઈ ગયો હતો. ૨૭ જૂને એનેસ્થેટિસ્ટ ડૉ. રાજીવ કુમાર, ડૉ. અમિત, ડૉ. રોહિત, ડૉ.આશિષ સાથે મળીને રામદીનનું ઓપરેશન કર્યુ. પેટમાં ચીરો મૂકીને ગ્લાસ કાઢવામાં આવ્યો.

Related posts

સંઘ પ્રમુખ ૨૬ જાન્યુઆરીએ કેરળમાં કરશે ધ્વજવંદન

aapnugujarat

આસામમાં ૬ ઉગ્રવાદી ઠાર

editor

પત્નીએ પતિનું પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1