Aapnu Gujarat
રાષ્ટ્રીય

આસામમાં ૬ ઉગ્રવાદી ઠાર

આસામ રાઇફલ્સ અને આસામ પોલીસે રવિવારે સંયુક્ત ઓપરેશન ચલાવીને દિમાસા નેશનલ લિબરેશન આર્મીના ૬ ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. અથડામણ નાગાલેન્ડ સરહદની પશ્ચિમમાં આવેલા કાર્બી આંગલોંગ જિલ્લામાં સર્જાયું હતું. સેનાને અહીં ડીએનએલએના ઉગ્રવાદીઓ છુપાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન ઉગ્રવાદીઓએ ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં ૬ ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા.પોલીસના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા ઉગ્રવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં દારૂગોળો અને ૪ એકે-૪૭ મળી આવી છે. સેનાનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ ઓપરેશન પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લાના એડિશનલ સુપ્રિટેન્ડેંન્ટ ઓફ પોલીસ પ્રકાશ સોનોવાલની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. દિમાસા નેશનલ લિબરેશન આર્મીની સ્થાપના ઉગ્રવાદીઓએ ૨ વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ સંગઠન દિમાસા આદિવાસીઓ માટે એક સ્વતંત્ર દેશ બનાવવા માંગે છે. સંગઠનના પ્રમુખનું નામ નાઈસોદાઓ દિમાસા અને સચિવનું નામ ખારમિનદાઓ દિમાસા છે. આ ઉગ્રવાદી સંગઠન આસામના ડીમા હસાઓ અને પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં સક્રિય છે. આ પહેલા ૧૯ મેના રોજ ડીએનએલએના ઉગ્રવાદીઓએ ધનસિરી વિસ્તારમાં એક યુવકની હત્યા કરી હતી. આ ઘટના બાદથી સુરક્ષા દળોની ટીમ સતત આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

Related posts

ચીનની અવળચંડાઇ : પૈંગોગમાં વધારાની બોટ અને સૈનિકો ગોઠવ્યા

editor

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં કોંગીના ૮૯, ભાજપના ૮૪ ટકા ઉમેદવારો કરોડપતિ

aapnugujarat

અભૂતપૂર્વ શ્રદ્ધા વચ્ચે મહાકુંભની શરૂઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1