Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઝારખંડમાં યુવકે શિક્ષિકાનું ગળુ કાપીને હત્યા કરી,માથું ધડથી અલગ કરી ગામમાં ફર્યો

ઝારખંડના સરાયેકાલા-ખરસાવાં જિલ્લામાં એક સરકારી શાળામાં ૫૦ વર્ષીય મહિલા શિક્ષકની એક યુવક દ્વારા કથિત રીતે ગળુ કાપીને હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવકે શાળાના કેમ્પસમાં જ શિક્ષિકાનું માથું ધડથી અલગ કરી નાખ્યું. ત્યાર બાદ યુવક નિષ્ઠુરતાથી શિક્ષિકાનું માથું લઈને ગામની ગલીઓમાં દોડતો રહ્યો અને ગામના લોકોને તેણે ડરાવ્યા.
ઉલ્લેખનીય છે કે મહિલા શિક્ષિકા સુકરુ હેસા વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષણ (ઁ્‌)ના પાઠ ભણાવતી હતી. ત્યારે આરોપી હરિ હેમબ્રમ સ્કૂલ કેમ્પસમાં ધસી આવ્યો હતો. આરોપી શિક્ષિકાને ઢસડીને થોડે દૂર લઈ ગયો અને ત્યાં તેણે કટાર વડે શિક્ષિકાને મારી નાખી હતી તેમ પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું. આશરે ૪ કલાક સુધી તે શિક્ષિકાનું માથું લઈને ગામના રસ્તાઓ પર દોડતો રહ્યો અને રસ્તા પર રહેલા લોકોને કટાર બતાવીને ડરાવતો રહ્યો. જો કે આખરે પોલીસે તેની ધરપકડ કરી લીધી.
આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહેલા જીઁ ચંદનકુમાર સિન્હાએ કહ્યું કે, “આરોપી પાસેથી હજુ હત્યાનો ઉદ્દેશ જાણી શકાયો નથી. પરંતુ આરોપીની માનસિક સ્થિતિ બરાબર ન હોવાનું લાગી રહ્યું છે. મૃત શિક્ષિકા અને આરોપી બંને ખપસરાઈ ગામના જ રહેવાસી છે.

Related posts

હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા યથાવત

aapnugujarat

બિટકોઈન મામલામાં રાજ કુંદ્રાની ઈડી દ્વારા પૂછપરછ

aapnugujarat

मंत्रिमंडल विस्तार कर मुख्यमंत्री देवेंद्र फड़नवीस ने साधे कई संतुलन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1