Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૧૫૯ પોઈન્ટનો ઘટાડો

શેરબજારમાં આજે કારોબારના પ્રથમ દિવસે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. વૈશ્વિક બજારમાં નોંધાયેલી મંદીની અસર શેરબજાર ઉપર પણ જોવા મળી હતી. સેંસેક્સ ૧૫૯ પોઇન્ટ ઘટીને ૩૫૨૬૪ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૫૭ પોઇન્ટ ઘટીને ૧૦૬૫૭ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૧.૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. જિંદાલ સ્ટીલ અને પાવર, નેશનલ એલ્યુમિનિયમ કંપનીના શેરમાં તીવ્ર ઘટાડો રહ્યો હતો. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં ૧.૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ, હાઉસિંગ ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘટાડો થયો હતો. તેલ કિંમતોમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. કારણ કે સાઉદી અરેબિયા અને રશિયાએ સપ્લાયમાં વધારો કરી દીધો છે. અમેરિકા સાથે કારોબારને લઇને વિવાદ વચ્ચે એશિયાના આર્થિક વિકાસનો દર ઘટી ગયો છે. આજે બ્રેન્ટ ક્રુડની કિંમત ૧.૨૪ ડોલર બેરલદીઠ ઘટી હતી અને કિંમત ૭૭.૯૯ ડોલર રહી હતી. દલાલસ્ટ્રીટમાં હવે જે પરિબળો નજરે પડનાર છે તેમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ, ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રૂડ ઓઇલની કિંમતો, માઇક્રો ડેટા, ઓટોના શેર, હાલમાં જ સરકારી કંપની દ્વારા જારી કરવામાં આવેલા આઈપીઓ, યુએસ જોબ ડેટા જેવા પરિબલોની અસર થશે. ચીને ૬૫૯ યુએસ પ્રોડક્ટ ઉપર ૨૫ ટકા ટેરિફ લાગૂ કરવાની તૈયારી કરી લીધી છે. ડોલર સામે રૂપિયાની ચાલ ઉપર પણ નજર રહેશે. ઓઇલ કિંમતો હાલમાં ફરી એકવાર વધી છે. આ ઉપરાંત જૂન માટે સર્વિસ સેક્ટરના દિવસે બુધવારના દિવસે જારી કરવામાં આવશે. ઓટો કંપનીઓના શેરની નજર હવે તમામ ઉપર રહેશે. શેરબજારમાં શુક્રવારે તેજી રહી હતી. રૂપિયામાં રિકવરી થતાં નવી આશા જાગી હતી. બીએસઈ સેંસેક્સમાં શુક્રવારે કારોબારના અંતે ૩૮૬ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. આની સાથે જ તેની સપાટી ૩૫૪૨૩ નોંધાઈ હતી જ્યારે બ્રોડર નિફ્ટી ૫૦૦ ઇન્ડેક્સમાં ૧૨૫ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૧૦૭૧૪ નોંધાઈ હતી. અમેરિકા અને સાઉદી અરેબિયા તથા રશિયા તરફથી ઉંચા ઉત્પાદન વચ્ચે કિંમતો ઘટી છે.સપ્લાયને લઇને ખલેલ આવી રહી છે. લિબિયન નિકાસને લઈને અનિશ્ચિતતાના વાદળો ઘેરાઈ જતા આ સ્થિતિ સર્જાઈ છે. અમેરિકી અધિકારીઓએ નવેમ્બરથી ઈરાનિયન ક્રુડની ખરીદી ન કરવા આયાતકારોને આદેશ કર્યો છે. માઇક્રો મોરચા ઉપર ભારતની મેન્યુફેક્ચરિંગ સ્થિતિમાં જૂન મહિનામાં સુધારો થયો છે. ડિસેમ્બર ૨૦૧૭ બાદ સૌથી મજબૂત સુધારો થયો છે. હજુ સુધી વર્ષ ૨૦૧૮માં નવા ઓર્ડર અને ઉત્પાદનમાં વધારાની અસર જોવા મળી રહી છે. નિક્કી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ મે મહિનામાં ૫૧.૨થી વધીને જૂન મહિનામાં ૫૩.૧ થઇ ગયો છે. ભારતના મેન્યુફેક્ચરિંગ અર્થતંત્રમાં સ્થિતિ સૌથી ઝડપથી સુધરી છે. સતત ૧૧માં મહિનામાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈનો આંકડો ૫૦ પોઇન્ટથી ઉપર રહ્યો છે.

Related posts

RBI मौद्रिक समीक्षा में नीतिगत दरों को अपरिवर्तित रखे जाने की संभावना : रिपोर्ट

aapnugujarat

જાધવના પત્નીની બંગડી, મંગળસુત્ર ઉતારી લેવાયા

aapnugujarat

એલઆઈસીમાં હવે દર શનિવારે રજા

editor

Leave a Comment

UA-96247877-1