Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઇન્દિરા ગાંધી હિટલર કરતા પણ આગળ રહ્યા : જેટલી

દેશમાં આજના દિવસથી જ આશરે ૪૩ વર્ષ પહેલા ઇમરજન્સી લાગૂ કરવામાં આવી હતી. આ ગાળા દરમિયાન મિડિયાની સ્વતંત્રતાને દબાવી દેવામાં આવી હતી. વિપક્ષી નેતાઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. ઇમરજન્સીના ગાળા દરમિયાન જેલ જઇ ચુકેલા કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ એક ગાળાને યાદ કરીને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સરખામણીમાં જર્મનીના ક્રૂર શાસક હિટલર સાથે કરી હતી. જેટલીએ આજે ફેસબુક પોસ્ટમાં પોતાના અભિપ્રાય રજૂ કરતા કહ્યું હતું કે, ઇન્દિરા ગાંધીની સરખામણી હિટલર સાથે કરી શકાય છે. તેમણે કહ્યું હતું કે, બંને નેતાઓએ બંધારણ સાથે ભારે ચેડા કર્યા હતા. સામાન્ય લોકો માટે બનાવવામાં આવેલા બંધારણને તોડી પાડવામાં આવ્યા હતા. બંધારણને સરમુખત્યારના બંધારણમાં ફેરવી નાંખવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું છે કે, હિટલરે સંસદના મોટાભાગના વિપક્ષી નેતાઓને પકડી લીધા હતા અને પોતાની લઘુમતિ સરકારને સંસદમાં બે તૃતિયાંશ બહુમતિ પુરવાર કરી દીધી હતી. જેટલીએ કહ્યું છે કે, ઇન્દિરા ગાંધીએ પણ સંસદના મોટાભાગના વિપક્ષી નેતાઓને જેલ ભેગા કરી દીધા હતા. તેમની ગેરહાજરીમાં બે તૃતિયાંશ બહુમતિ પુરવાર કરીને અનેક સુધારા કરી દીધા હતા. ૪૨માં સુધારા મારફતે હાઈકોર્ટમાં રિટ પિટિશન જારી કરવાના અધિકારને ઘટાડી દેવામાં આવ્યો હતો. ડોક્ટર ભીમરાવ આંબેડકરની બંધારણ પ્રત્યે ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી હતી. ઇન્દિરા ગાંધીએ કલમ ૩૬૮માં પણ ફેરફાર કર્યા હતા જેથી બંધારણમાં કરવામાં આવેલા ફેરફાર જ્યુડિશિયલ રિવ્યુમાં આવી શકે નહીં. જેટલીએ પોતાના પોસ્ટમાં ઇન્દિરા ગાંધી ઉપર આકરા પ્રહારો કર્યા છે. જેટલીનું કહેવું છે કે, ઇન્દિરા ગાંધીએ એવી કેટલીક એવી ચીજો પણ કરી નાંખી હતી જેના કારણે હિટલર સાથે તેમની સરખામણી કરી શકાય છે. કેટલીક એવી ચીજો કરી હતી જે હિટલરે પણ કરી ન હતી. ઇન્દિરા ગાંધીએ સંસદીય કાર્યવાહીની મિડિયામાં રજૂઆત ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો. લોક પ્રતિનિધિત્વ એક્ટમાં ફેરફાર કરી દીધા હતા. બંધારણમાં સુધારા મારફતે વડાપ્રધાનની ચૂંટણીને કોર્ટમાં પડકાર ફેંકવા જેવી સ્થિતિ રાખી ન હતી. લોક પ્રતિનિધિત્વ કાયદામાં ફેરફાર કરી દેવામાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધીએ પોતાની ગેરકાયદે ચૂંટણીને આ કાયદા હેઠળ યોગ્ય ઠેરવી શકાય તેવા ફેરફાર કર્યા હતા. હિટલરથી આગળ વધી જઇને ઇન્દિરા ગાંધીએ ભારતને વંશવાદી લોકશાહીમાં ફેરવી દેવામાં ભૂમિકા ભજવી હતી. જેટલીએ ઇમરજન્સીના સંદર્ભમાં ઇમરજન્સી રિવિજિટેડ હેડિંગ સથે ત્રણ ભાગમાં સિરીઝ શરૂ કરી છે જે પૈકીનો પ્રથમ હિસ્સો આજે ફેસબુક ઉપર લખવામાં આવ્યો હતો. ૨૫મી જૂન ૧૯૭૫ની અડધી રાત્રે ઇમરજન્સી જાહેરાત કરવામાં આવી હતી જે ૨૧મી માર્ચ ૧૯૭૭ સુધી જારી રહી હતી.

Related posts

भारत-चीन तनाव : विदेश मंत्री जयशंकर ने पहली बार माना

editor

२०१६ स्टिंग विडियो मामले में हरीश रावत के खिलाफ एफआईआर दर्ज करेगी सीबीआई

aapnugujarat

રાફેલ મામલે દાળમાં કાળું છે : મનમોહનસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1