Aapnu Gujarat
ગુજરાત

વટવામાં અસામાજિક તત્વોનો તોડફોડ કરી આંતક

શહેરના વટવા વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા છે. અસામાજિક તત્વોએ વટવાના સદભાવના આવાસમાં શનિવારે સાંજે બાઈક ધીમી ચાલવવાનું પાડોશીએ કહેતા ૧૦ જેટલા અસામાજિક તત્વોએ લાકડીઓ વડે આવાસ યોજનામાં તોડફોડ કરી જોરદાર આંતક મચાવ્યો હતો. જેને પગલે વિસ્તારમાં તોડફોડ અને મારામારીના યુપી બિહાર જેવા દ્રશ્યો સર્જાયા હતા. શાંત કહેવાતા ગુજરાતની આર્થિક રાજધાનીના મારામારીના દ્રશ્યોના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઇ હતી. સમગ્ર મામલા અંગે વટવા પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી છ અસામાજિક તત્વોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના વટવા વિસ્તારમાં આવેલા ગરીબ આવાસ યોજનામાં રહેતા સલમાબેનની પુત્રી અને તેમનો દિયર નીચે રમી રહ્યા હતા. તે સમય દરમિયાન પાડોશમાંજ રહેતા છોકરાઓ પુરઝડપે બાઈક ચાલવીને આવ્યા હતા. ત્યારે સલમાબેને આ શખ્સોને બાઈક ધીમે ચલાવવાનું કહ્યું હતું અને આવી રીતે આટલુ સ્પીડમાં બાઇક ચલાવો તો કોઇ ગંભીર અકસ્માત સર્જાય અને કોઇ જાનહાનિ થાય તેવી શીખ આપી હતી, જેને પગલે બાઇકચાલક શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને થોડીવાર બાદ દસ જેટલા માથાભારે અસામાજિક તત્વો ત્યાં આવી ગયા હતા અને શીખ આપનાર મહિલા સહિતના સ્થાનિક રહીશોમાં ધાક બેસાડવાના આશયથી ગરીબ આવાસ યોજનામાં લાકડીઓ વડે તોડફોડ કરી હતી અને પથ્થરમારો ચલાવ્યો હતો. અસામાજિક તત્વોએ આડેધડ અને બેફામ રીતે કરેલી તોડફોડ અને હુમલામાં સલમાબેનને ઈજાઓ પહોંચી હતી. અસામાજિક તત્વોના આંતકના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી, ખાસ કરીને સ્થાનિક રહીશોમાં ડર અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. બાદમાં આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ૧૦ અસામાજિક તત્વો તેમજ અજાણ્યા ઈસમો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે તાત્કાલિક ધોરણે છ અસામાજિક તત્વોની ધરપકડ કરી લીધી હતી અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ ચાલુ રાખી છે. પોલીસે આ બનાવ બાદ વિસ્તારમાં પેટ્રોલીંગ પણ વધારી દીધુ હતું.

Related posts

પાવીજેતપુર પોલીસે પાલીયા ગામના કોતર પાસેથી ત્રણ મોટર સાયકલ સહિત ૨,૫૧,૪૭૦ /- નો મુદ્દામાલ જપ્ત કર્યો. અંધારાનો લાભ લઈ આરોપીઓ ભાગવામાં સફડ..

editor

કરજણ ટોલનાકા પર વધારાની બે લેન બનાવવા સુચના આપતા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા

aapnugujarat

રીઢા ઢોરમાલિકોને પાસા હેઠળ જેલની સજા કરવાની વિચારણા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1