Aapnu Gujarat
ગુજરાત

રથયાત્રાની તૈયારીઓ શરૂ કરાઇ

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી ચુકી છે. શ્રદ્ધાળુઓ પણ ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં રથયાત્રાના માર્ગ ઉપર આવતી જુદી જુદી પોળ દ્વારા પણ ભગવાનના સ્વાગત માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. સરસપુરમાં પણ તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. સરસપુરને ભગવાનના મોસાળ તરીકે ગણવામાં આવે છે. નોંધનીય છે કે, અષાઢીબીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. પરંતુ તે પૂર્વે જેઠ સુદ પૂનમ એટલે કે ૨૮ જુનના રોજ જગન્નાથજી નીકળશે જલયાત્રા. આ યાત્રા પણ ૧૫૧ ધ્વજા પતાકા, બેન્ડવાજા અને હાથી સાથે નીકળતી હોવાથી યાત્રાને કહેવાય છે નાની રથયાત્રા. જલયાત્રા વાજતે ગાજતે સોમનાથ ભૂદરના આરે જશે. ત્યાંથી ૧૦૮ ઘડામાં જળ ભળી મંદિરે લાવી ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવશે. રથયાત્રા પૂર્વેની જલયાત્રાનું પણ વિશેષ મહત્વ છે. જેઠ સુદ પૂનમના દિવસે ૧૦૮ કળશમાં જળ ભરીને લાવવામાં આવે છે અને ભગવાનનો જલાભિષેક કરાય છે. જેને ભગવાનનો જેષ્ઠાભિષેક પણ કહેવાય છે. તો બીજી તરફ જળયાત્રા બાદ ભગવાન મામાના ઘરે જવાના હોઈ મોસાળ વાસીઓમાં પણ જગન્નાથમય બન્યા છે. આ વર્ષે પણ ભગવાન ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળવાના છે ત્યારે ભગવાનને આવકારવા ભક્તો અધીરા બન્યા છે. ત્યારે જગન્નાથજી મંદિર પ્રશાસન પણ રથયાત્રા પૂર્વેની જલયાત્રાને લઈને તૈયારીમાં લાગી ગયું છે. રથયાત્રા આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા પણ પગલા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્રદ્ધાળુઓને કોઇ તકલીફ ન પડે તે હેતુસર વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.

Related posts

२०२२ तक देश में किसानों की आय दोगुनी करने संकल्प : प्रधानमंत्री मोदी

aapnugujarat

साबरकांठा, अरवल्ली, पाटण सहित के पंथको में मेघमहेर

aapnugujarat

મહુવા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંના ભાવમાં તેજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1