Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેટલાક પાસપોર્ટો બદલ નિરવ મોદીની મુશ્કેલી વધે તેવી વકી

બે અબજ ડોલરથી વધુના પીએનબી છેતરપિંડી કૌભાંડમાં તપાસ કરી રહેલી સંસ્થાઓએ ઘટસ્ફોટ કર્યો છે કે, ફરાર થયેલો ડાયમંડ કારોબારી નિરવ મોદી અનેક ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરી રહ્યો છે. નિરવ મોદી સામે નવેસરની એફઆઈઆર દાખલ કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. મલ્ટીપલ ઇન્ડિયન પાસપોર્ટનો ઉપયોગ કરવા બદલ તેની સામે એફઆઈઆર કરવાની તૈયારી કરવામાં આવી છે. અધિકારીઓએ આજે કહ્યું હતું કે, નિરવ મોદી હાલમાં બેલ્જિયમમાં હોવાના સંકેત મળી રહ્યા છે. વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તે જુદા જુદા પાસપોર્ટનો ઉપયોગ કરે છે. પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હોવા છતાં તેની પાસે અન્ય પાસપોર્ટ પણ રહેલા છે. છ પાસપોર્ટ તેની પાસે રહેલા હોવાનું જાણળા મળી રહ્યું છે. છ પૈકીના ચાર પાસપોર્ટ સક્રિય દેખાઈ રહ્યા નથી. બે પાસપોર્ટ જે સક્રિય રહેલા છે તે પૈકી એક નિરવના સંપૂર્ણ નામ પર છે જ્યારે અન્ય પાસપોર્ટ તેના પ્રથમ નામ ઉપર છે. પાસપોર્ટના મામલામાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવી ચુકી છે. નિરવ મોદી સામે નવેસરથી ક્રિમિનલ એફઆઈઆર દાખલ કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. સુરક્ષા સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, આંતરિક તપાસ પૂર્ણ થયા બાદ નિરવ મોદી સામે નવી કાર્યવાહી કરવામાં આવી શકે છે. નિરવ મોદી પ્રવાસ માટે અન્ય દેશો દ્વારા જારી કરવામાં આવેલા પાસપોર્ટનો ઉપયોગ કરી રહ્યો છે તેવા અહેવાલ આવશે તો નિરવ મોદીની મુશ્કેલી વધી શકે છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન અને ઇડી દ્વારા ઇન્ટરપોલને નિરવ મોદી સામે ધરપકડ વોરંટ જારી કરવા અપીલ કરવામાં આવી ચુકી છે. નિરવ અને અન્યો સામે સંબંધિત ચાર્જશીટના આધાર પર ધરપકડ વોરંટ જારી કરવા કહેવામાં આવ્યું છે. ઇન્ટરપોલ દ્વારા નોટિસ જારી કરાયા બાદ તકલીફ વધી શકે છે.

Related posts

ચારધામ યાત્રા 2023 : અત્યાર સુધીમાં 119 યાત્રીઓના મોત, 20 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

aapnugujarat

મન કી બાત : આપણી સંસ્કૃતિ અને નસોમાં છે લોકશાહી

aapnugujarat

મહારાષ્ટ્રના ખેડૂતો હવે ફક્ત ₹1માં મેળવી શકશે પાક વીમો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1