Aapnu Gujarat
Uncategorized

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો : લોકોને રાહત

દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં અપર એયર સાઈક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાઈ ગયા બાદ આજે તેની અસર જોવા મળી હતી. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જે વિસ્તારમાં આજે વરસાદના ઝાપટા પડ્યા હતા તેમાં કેશોદ, જુનાગઢ, અમરેલી, રાજુલા, ગોંડલ પંથક, ભાવનગરનો સમાવેશ થાય છે. વરસાદના લીધે ઠંડકનો માહોલ પણ છવાયો હતો. રાજકોટમાં આજે સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. રાજકોટમાં અમીછાંટણા થયા હોવાના અહેવાલ મળ્યા છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે વરસાદમાં હજુ કેટલાક દિવસનો સમય લાગી શકે છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં બફારાએ લોકોને હેરાન કરી નાખ્યા છે. આજે કેશોદ, જુનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા રાહત થઈ હતી. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસ દરમ્યાન હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. જોકે મોનસૂન બેસવાને લઈને હજુ સુધી તંત્ર તરફથી કોઈ વાત કરવામાં આવી નથી. સામાન્ય રીતે ચોમાસુ ૧૫મી જૂન સુધી ગુજરાતમાં બેસી જાય છે પરંતુ આ વખતે તેમાં વિલંબ થયો છે. આગામી પાંચ દિવસ સુધી અમદાવાદમાં વરસાદ નહીં પડે તેવી શક્યતા છે. આજે અમદાવાદમાં તીવ્ર પવન ફુંકાયો હતો. ધુળની ડમરીઓ પણ ઉડી હતી. મુંબઈમાં અને મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં મોનસૂનની એન્ટ્રી થઈ છે પરંતુ મોનસુન મુંબઈથી આગળ વધી શક્યું નથી. આજે મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો અને મહત્તમ તાપમાન ૪૦.૫ ડિગ્રી અમદાવાદમાં રહ્યું હતું. આજે મોટા ભાગના વિસ્તારોમાં પારો ૪૦થી નીચે રહ્યો હતો. આંશિક વાદળછાયું વાતાવરણ અને પવનના પરિણામ સ્વરૂપે કાળઝાળ ગરમીથી લોકોને હવે રાહત મળી છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે પ્રમાણમાં ઓછી ગરમીનો અનુભવ થયો હતો. અમદાવાદમાં પણ સવારે હવામાનમાં પલ્ટો આવ્યો હતો. હળવા વરસાદી ઝાપટાની આગાહી તંત્ર દ્વારા અકબંધ રાખવામાં આવી છે. ગરમીના પ્રમાણ વચ્ચે તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસ પણ વધ્યા છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો જૂન મહિનાના પ્રથમ નવ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૩૭૪ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના નવ દિવસના ગાળામાં ૧૩૯ અને ટાઇફોઇડના ૧૩૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના નવ દિવસના ગાળામાં ૧૪૭ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જૂન મહિનામાં સાદા મેલેરિયાના ૧૦૪૬ કેસ નોંધાયા હતા.

Related posts

ગોંડલ વેરહાઉસમાં આગની ઘટનામાં તપાસની ઉગ્ર માંગ

aapnugujarat

LIVE – અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો અમદાવાદ નિકોલથી શરૂ થયો રોડ શો,

aapnugujarat

નંદાસણના ભીખાભાઈ મકવાણાની સરાહનીય કામગીરી

editor

Leave a Comment

UA-96247877-1