Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ચંદા કોચર અને તેમનાં પરિવાર પર અમેરિકન સંસ્થાઓની નજર

આઈસીઆઈસીઆઈ બેંકના પ્રમુખ ચંદા કોચર અને તેમના પરિવારના સભ્યો ઉપર મુકવામાં આવેલા અનિયમિતતાના આરોપની ભારતમાં પણ અનેક સંસ્થાઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ આ મામલો હવે અમેરિકી માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટી એન્ડ એક્સચેંજ કમિશનના રડાર ઉપર પણ પહોંચી ગયો છે. ટૂંક સમયમાં જ કોચર અને આઈસીઆઈસીઆઈ બેંકને અમેરિકી માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટી એન્ડ એક્સચેંજ કમિશન (એસઈસી) તરફથી તપાસનો સામનો કરવો પડી શકે છે. જો કે, એસઈસીના એક અધિકારીથી કોચર અને આઈસીઆઈસીઆઈ બેંકના મામલા અંગે પુછવામાં આવતા કોઇ ટિપ્પણી કરવામાં આવી ન હતી. બેંક પહેલાથી જ હિતોના સંઘર્ષને લઇને ફાયદાના બદલે ફાયદા માટેની વ્યૂહરચના બદલ તપાસનો સામનો કરી રહી છે. આ પહેલા માર્ચ મહિનામાં જ્યારે પ્રથમ વખત આ સંદર્ભમાં રિપોર્ટ સામે આવ્યા હતા ત્યારે બેંકોએ કહ્યું હતું કે, તેમના બોર્ડને ચંદા કોચરને સંપૂર્ણપણે વિશ્વાસ છે. સુત્રોનું કહેવું છે કે, સિક્યુરિટી એન્ડ એક્સચેંજ કમિશન સમગ્ર મામલા પર નજર રાખે છે. કારણ કે, આઈસીઆઈસીઆઈ બેંક અમેરિકી બજારમાં પણ લિસ્ટેડ છે. માર્કેટ રેગ્યુલેટર દ્વારા પણ માહિતી મેળવવામાં આવી રહી છે. આ સંદર્ભમાં વધારે વિગત એકત્રિત કરવામાં આવી રહી છે. સેબીએ પહેલાથી જ તપાસના સંદર્ભમાં આઈસીઆઈસીઆઈ બેંક અને કોચર કારદર્શક નોટિસ આપી ચુકી છે. ચંદા કોચર અને આઈસીઆઈસીઆઈ બેંક સાથે જોડાયેલા મામલાને સેબી ઉપરાંત આરબીઆઈ અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયમાં પણ જોવામાં આવે છે. સીબીઆઈએ માર્ચ મહિનામાં જ કોચરના પતિ દિપક કોચરની સામે તપાસ હાથ ધરી હતી. એપ્રિલ મહિનામાં કોચરના દિયરની પુછપરછ પણ કરવામાં આવી હતી. જે મામલાની તપાસ થઇ રહી છે તેમાં વિડિયોકોન ગ્રુપને ૨૦૧૨માં આઈસીઆઈસીઆઈ બેંક તરફથી ૩૨૫૦ કરોડ રૂપિયાની લોનનો મામલો પણ સામેલ છે. આ લોન કુલ ૪૦૦૦૦ કરોડ રૂપિયાના એક હિસ્સાના ભાગરુપે હતો જે રકમ વિડિયોકોન ગ્રુપે એસબીઆઈના નેતૃત્વમાં ૨૦ બેંકો પાસેથી લેવામાં આવી હતી. વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધુત ઉપર આરોપ છે કે, તેઓએ ૨૦૧૦માં ૬૪ કરોડ રૂપિયા ન્યુ પાવર રિન્યુએબલ પ્રાઇવેટ લિમિટેડને આપ્યા હતા.
આ કંપનીને ધુતે દિપક કોચર અને અન્ય બે સંબંધીઓની સાથે મળીને ઉભી કરી હતી. આવામાં આરોપ છે કે, ચંદા કોચરના પતિ દિપક કોચર સહિત તેમના પરિવારના સભ્યોને લોન મેળવનાર તરફથી લાભ આપવામાં આવ્યા હતા. એવો આક્ષેપ છે કે, આઈસીઆઈસીઆઈ બેંકથી લોન મેળવી લીધાના છ મહિના બાદ ધુતે કંપનીની માલિકી દિપક કોચરના એક ટ્રસ્ટને નવ લાખ રૂપિયામાં ટ્રાન્સફર કરી દીધી હતી. એવો આરોપ છે કે ન્યુ પાવરને મોરિશિયસ આધારિત કંપની ફર્સ્ટલેન્ડ હોલ્ડિંગ તરફથી ૩૨૫ કરોડ રૂપિયાની રકમ મળી હતી. ફર્સ્ટલેન્ડ હોલ્ડિંગ નિશાત કનોડિયાની કંપની છે જે એસ્સાર ગ્રુપના સહસ્થાપક રવિ રુઇયાના જમાઈ છે.

Related posts

બેલેટ પેપરથી ચુંટણી કરાવવા ચુંટણીપંચનો ઇન્કાર

aapnugujarat

फारूक अब्दुल्ला का धारा 370 पर बड़ा बयान, कहा- भारत में कश्मीर का विलय भी अस्थायी

aapnugujarat

उन्नाव केस : पीड़िता का लखनऊमें ही चलेगा इलाज : सुप्रीम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1