Aapnu Gujarat
રાષ્ટ્રીય

સામાન્ય ચૂંટણી પૂર્વે કેન્દ્રિય કર્મીઓનો પગાર વધી શકે

સામાન્ય ચૂંટણી પહેલા મોદી સરકાર કેન્દ્રિય કર્મચારીઓને રાહત પેકેજ આપવાની જાહેરાત કરી શકે છે. લાખો કેન્દ્રિય કર્મચારીઓના સીધી રીતે આના કારણે ફાયદો થશે. લાખો કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં સુધારા સાથે સંબંધિત પ્રસ્તાવને ટુંકમાં જ મોદી સરકાર મંજુરી આપી શકે ચે. સુત્રોના કહેવા મુજબ પ્રસ્તાવમાં કેન્દ્રિય કર્મચારીઓના લઘુતમ પગારને હવે ૧૮ હજાર રૂપિયાથી વધારીને ૨૧ હજાર કરવામાં આવનાર છે. જો કે કેન્દ્રિય કર્મચારીઓના સંગઠન દ્વારા લઘુતમ પગારને વધારીને ૨૬ હજાર રૂપિયા કરવાની માંગણી કરે ચે. આ મામલે અખિલ ભારતીય આરોગ્ય કર્મચારી સંઘના અધિકારી રામકૃષ્ણે કહ્યુ છે કે જ્યારથી સાતમા વેતન પંચની ભલામણ લાગુ કરવામાં આવી છે ત્યાંથી તમામ કર્મચારીઓ તેમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. દબાણ વધી ગયા બાદ સરકારે આ સંબંધમાં ધ્યાન આપવા માટે સમિતીની રચના કરવામાં આવી હતી. ત્યારબાદથી હજુ સુધી રાહત આપવાની માત્ર ચર્ચા કરવામાં આવી રહી છે. કોઇ રાહત મળી શકી નથી. કેન્દ્રિય કર્મચારીઓને ગ્રેજ્યુટી મામલામાં સાતમા વેતન પંચના લાભ હજુ સુધી મળ્યા નથી.કેન્દ્ર સરકારે તેમના આવેદનપત્રને ફગાવી દીધો છે. કેન્દ્ર સરકારે એક આદેશ જારી કરીને સાફ શબ્દોમાં કહ્યુ છે કે ગ્રેજ્યુટી મર્યાદા ૧૦ લાખ રૂપિયાથી વધારીને ૨૦ લાખ રૂપિયા કરવાનો નિર્ણય જે વખતથી લાગુ થયો છે તે જ દિવસથી કર્મચારીઓને લાભ મળવાની શરૂઆત થઇ જશે. કેન્દ્રિય કર્મચારીઓની દલીલ છે કે આ પ્રસ્તાવ સાતમા પગાર પંચના એક હિસ્સા તરીકે હતો. કેન્દ્રીય કર્મચારીઓની એવી માંગ રહી છે કે, ૭માં પગાર પગારપંચના હિસ્સાના ભાગરુપે હોવાથી તેને પહેલી જાન્યુઆરી ૨૦૧૬થી લાગૂ ગણાય તેવી રહી છે.
સાતમાં પગાર પંચના લાભ કેન્દ્રિય કર્મચારીઓને પહેલી જાન્યુઆરી ૨૦૧૬થી મળ્યા હતા પરંતુ ગ્રેજ્યુએટી સાથે સંબંધિત બિલ સંસદમાં આ વર્ષે માર્ચ મહિનામાં અંતિમ સપ્તાહમાં પસાર કરવામાં આવ્યું હતું. આનો મતલબ એ થયો કે પહેલી જાન્યુઆરી ૨૦૧૬થી લઇને ૨૮મી માર્ચ ૨૦૧૮ સુધી નિવૃત્ત થયેલા કર્મચારીઓને જૂના દરથી ગ્રેજ્યુએટી મળી છે. કમિટિના રિપોર્ટ બાદથી સરકારે કહ્યું હતું કે, આનો લાભ જૂની તારીખથી આપવામાં આવશે નહીં. લોકસભાની ચૂંટણી બિલકુલ નજીક પહોંચી રહી છે ત્યારે મોદી સરકાર જુદા જુદા વર્ગોને પ્રભાવિત કરવાની દિશામાં આગળ વધી રહી છે. આના ભાગરુપે સામાન્ય ચૂંટણી પહેલા કેન્દ્રીય કર્મચારીઓમાં પગારમાં વધારો કરવાની હિલચાલ શરૂ થઇ ચુકી છે. બીજી બાજુ અખિલ ભારતીય આરોગ્ય કર્મી એસોશિએશનના કન્વીનર રામકૃષ્ણનું કહેવું છે કે, જ્યારથી સાતમાં પગાર પંચની ભલામણો અમલી બની છે ત્યારથી જ કર્મચારીઓ દ્વારા તથા તમામ કર્મચારી યુનિયનો દ્વારા પગાર વધારાની માંગ થઇ રહી છે.

Related posts

મોદી કોચી મેટ્રોનું શનિવારે ઉદ્‌ઘાટન કરશે

aapnugujarat

કોન્સ્ટેબલ જાવેદને વિદાય આપવા લોકો ઉમટ્યા

aapnugujarat

યુવકને ઓનલાઇન બિરયાનીનો ઓર્ડર ૫૦ હજારમાં પડ્યો!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1