Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ રાજસ્થાનમાં આગામી મહિને પ્રચારનું રણશિંગુ ફૂંકશે

કર્ણાટક અને ગુજરાતની જેમ જ રાજસ્થાનમાં પણ કોંગ્રેસ મંદિરની રાજનીતિને આગળ વધારશે. આ ફોર્મ્યુલા કર્ણાટકમાં કોંગ્રેસને કેટલાક અંશે ફાયદો કરાવી ચુકી છે. આજ કારણસર રાહુલ ગાંધી રાજ્યમાં પણ આ ફોર્મ્યુલા અપનાવશે. એઆઈસીસીને મોકલવામાં આવેલી મંદિરોની યાદીમાં પીસીસીએ કૈલાદેવી મંદિર, તનોટમાતા મંદિર, કર્ણી માતા મંદિર, સાલાસર બાલાજી, બ્રહ્માજી મંદિર પુષ્કર, ગોવિંદ દેવજી, સાવલિયા શેઠ, ત્રિપુરા સુંદરી જેવા મંદિરોની યાદી મોકલવામાં આવી છે. રાહુલ આગામી મહિને ૧૫મી જુલાઈની આસપાસ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફુંકી શકે છે. રાહુલના રાજસ્થાનના પ્રવાસ નક્કી કરવામાં બહેન પ્રિયંકા વાઢેરાની પણ ભૂમિકા રહેશે. રાજસ્થાનના સંદર્ભમાં પ્રિયંકા વાઢેરા પાસે રાહુલ કરતા વધારે માહિતી રહેલી છે. કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાનમાં લોકપ્રિય મંદિરોની યાદી દિલ્હી મોકલી દીધી છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. બીજી બાજુ જિલ્લાઓમાં ભૌગોલિક સ્થિતિ અને લોકોની માંગને લઇને રિપોર્ટ માંગવામાં આવ્યા છે. સુત્રોના કહેવા મુજબ દિલ્હીમાં રાહુલના રાજસ્થાન પ્રવાસની રુપરેખા તૈયાર કરવામાં આવશે. રાજસ્થાનની સાથે સાથે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં પણ વિધાનસભાની ચૂંટણી થશે પરંતુ રાહુલ રાજસ્થાન પર ખાસ ધ્યાન આપશે. પાર્ટીને આશા છે કે, શાસનવિરોધી પરિબળનો સૌથી વધારે લાભ રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીને થશે.

Related posts

हनुमान चालीसा पाठ में भाग लेने को लेकर धमकी दी गई : इशरत जहां

aapnugujarat

ઉત્તરપ્રદેશમાં રોજ ૫૨ મહિલાઓ સાથે દુષ્કર્મ….!!?

aapnugujarat

बारिश और भूस्खलन से चार धाम यात्रा मार्ग बाधित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1