Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૨૨ સુધી ૪ કરોડ ઘરના નિર્માણનું મોટું લક્ષ્ય : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, ૨૦૨૨ સુધી ભારતના દરેક પરિવાર પાસે પોતાનું પાકુ મકાન રહેશે. આના માટે ગ્રામિણ ક્ષેત્રમાં ત્રણ કરોડ અને શહેરી ક્ષેત્રમાં એક કરોડ મકાનનું નિર્માણ કરવા માટે સંકલ્પ લેવામાં આવ્યો છે. મોદીએ આંકડાઓ રજૂ કરતા દાવો કર્યો હતો કે, યુપીએ સરકારના ૧૦ વર્ષના ગાળાની સરખામણીમાં એનડીએ સરકારના ચાર વર્ષના ગાળામાં મકાનોનું ખુબ ઝડપથી નિર્માણ થયું છે. કરોડો લોકો માટે આ સંકલ્પ પૂર્ણ કરવાની બાબત સરળ નથી. ગરીબોની જિંદગી આ નિર્ણય લેવા માટે શક્તિ આપે છે. તેમણે ઉમેર્યું હતું કે, પહેલા પરિવાર અને વ્યક્તિોના નામ ઉપર યોજના ચલાવવામાં આવી હતી જેના કારણે લોકોને ફાયદા ઓછા થયા અને રાજનીતિ ચમકાવવાના પ્રયાસ વધારે થયા હતા. ૨૦૨૨ સુધી ગ્રામીણ ક્ષેત્રમાં ત્રણ કરોડ અને શહેરી ક્ષેત્રમાં એક કરોડ મકાન બનાવવામાં આવશે. આટલા મોટા લક્ષ્ય માટે બજેટ પણ મોટુ જોઇએ. પહેલા અમે લક્ષ્ય બજેટનું નક્કી કરતા હતા. હવે પહેલા લક્ષ્ય નક્કી કરીએ છીએ અને ત્યારબાદ બજેટ જોવામાં આવે છે. છેલ્લી સરકારના ૧૦ વર્ષમાં ૧૩ લાખ ઘરને મંજુરી આપી હતી. એનડીએ સરકારે ચાર વર્ષમાં ૪૭.૫ લાખ ઘરને મંજુરી આપી છે. અગાઉની સરકારે છેલ્લા ચાર વર્ષમાં ૨૫.૫૧ લાખ ઘરનું નિર્માણ કર્યું હતું જ્યારે અમારી સરકારે છેલ્લા ચાર વર્ષમાં ૧.૦૭ કરોડ ઘરનું નિર્માણ કર્યું છે. એટલે કે ૩૨૮ ટકાની તેજી આવી છે. મકાન બનાવવા માટે ૧૮ મહિનાનો સમય હતો જે હવે ૧૨ મહિના થયો છે.

Related posts

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હવે શરણે થવાના બદલે મોત પસંદ કરી રહ્યા છે

aapnugujarat

રખડતી ગાયોની સંભાળની વ્યવસ્થા કરવા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો આદેશ

aapnugujarat

SBI એટીએમમાં રોકડ ઉપાડની મર્યાદા ૨૦,૦૦૦

aapnugujarat

Leave a Comment

UA-96247877-1