Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

નિરવ મોદી કૌભાંડ બાદ પીએનબીને હજુ સુધીનું સૌથી વધુ ત્રિમાસિક નુકસાન

કૌભાંડગ્રસ્ત પંજાબ નેશનલ બેંક દ્વારા આજે ચોથા ત્રિમાસિક ગાળાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. ત્રિમાસિક ગાળામાં પીએનબીને હજુ સુધીનું સૌથી મોટી ૧૩૪.૧૭ અબજ રૂપિયાનું ત્રિમાસિક ગાળાનું નુકસાન થયું છે.
નેટ એનપીએનો આંકડો એક વર્ષ અગાઉ ૭.૮૧ ટકા હતો જેની સામે વધીને હવે ૧૧.૨૪ ટકાનો થઇ ગયો છે. જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક ગાળામાં હજુ સુધીનું સૌથી મોટુ ત્રિમાસિક ગાળાનું નુકસાન થયું છે. બેડલોનનો આંકડો પણ ઉલ્લેખનીયરીતે ઉંચી સપાટી ઉપર પહોંચી ગયો છે. નેટ એનપીએનો આંકડો ચિંતા ઉપજાવે તેવો છે. ચોથા ત્રિમાસિક ગાળા માટે કુલ આવક ઘટીને ૧૨૯.૪૫ અબજ રૂપિયા થઇ છે જે એક વર્ષ અગાઉના ગાળા દરમિયાન ૧૪૯.૮૯ અબજ રૂપિયા રહી હતી. નેટ પરફોર્મિંગ એસેટ અથવા તો બેડલોનમાં રહેલી સ્થિતિના કારણે બેંકોની હાલત ખુબ જ કફોડી બનેલી છે. એનપીએનો આંકડો આ વર્ષે માર્ચ મહિનાના અંતે ગ્રોસ એડવાન્સના ૧૮.૩૮ ટકા રહ્યો હતો જે એક વર્ષ અગાઉના ગાળા દરમિયાન ૧૨.૫૩ ટકાનો રહ્યો હતો. નેટ એનપીએનો આંકડો એક વર્ષ અગાઉની સરખામણીમાં નોંધપાત્રરીતે વધી ગયો છે. પીએનબી દ્વારા આજે હજુ સુધીના સૌથી વધારે ત્રિમાસિક ગાળાના નુકસાન વાળા આંકડા જારી કરવામાં આવ્યા હતા. આની સાથે પીએનબી સાથે જોડાયેલા કર્મચારીઓ અને કોર્પોરેટ જગતમાં પીએનબીના આંકડાની આજે ચર્ચા જોવા મળી હતી. પીએનબી ઉપરાંત અન્ય મોટી કંપનીઓ પણ તેમના ત્રિમાસિક ગાળાના પરિણામ જારી કરનાર છે. તેના ઉપર પણ તમામની નજર કેન્દ્રીત થઇ ગઈ છે.

Related posts

RSS वाला हूं देश के लिए काम ही मेरा मिशन : गडकरी

aapnugujarat

नक्सली आतंक फैलाने के लिए बनाई जा रही है नई योजना, पर्चे ने खोला राज़

aapnugujarat

હવાઈ હુમલાને લઇ વિપક્ષ પર વી.કે. સિંહના પ્રહાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1