Aapnu Gujarat
બિઝનેસ

નિકાસમાં હાલ ઘટાડો જારી રહે તેવી ઇન્ડસ્ટ્રી જગતમાં દહેશત

ઇન્ડસ્ટ્રી જગતમાં નિકાસમાં ઘટાડો થવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. એવી દહેશત છે કે, નિકાસ ઘટવા માટે કેટલાક કારણો રહેલા છે. છેલ્લા પાંચ મહિનાના ગાળામાં પ્રથમ વખત કારોબારીઓ ચિંતાતુર દેખાઈ રહ્યા છે. માર્ચ મહિનામાં નિકાસમાં ૦.૬૬ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. પાંચ મહિનામાં પ્રથમ વખત ઘટાડો નોંધાયો છે. એપ્રિલ મહિનામાં નિકાસમાં ઘટાડો રહેતા આની પણ અસર જોવા મળી શકે છે. ફેબ્રુઆરી મહિનામાં ૪.૪૮ ટકાથી આ દર ઘટી ગયો હતો. નવેમ્બર મહિનામાં નિકાસનો આંકડો ૩૦.૫ ટકાનો રહ્યો હતો. એપ્રિલ મહિનામાં જેમ્સ એન્ડ જ્વેલરીના નિકાસની ગતિ સ્થિર રહી શકે છે. ઘણા બધા ક્ષેત્રમાં હાલ નિકાસમાં ગતિ ધીમી છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના વરિષ્ઠ અધિકારીના કહેવા મુજબ નિરવ મોદી કૌભાંડ બાદ બેંકો તરફથી ફંડ મેળવવામાં સેક્ટરોને મુશ્કેલી પડી રહી છે જેના પરિણામ સ્વરુપે સેક્ટરોમાં મંદી જોવા મળી રહી છે. રિફાઈનર પ્રોડક્ટના સેગ્મેન્ટમાં પણ ઉથલપાથલની સ્થિતિ જોવા મળી રહી છે. માર્ચ મહિનામાં આનો આંકડો ૧૩.૨૨ ટકા હતો જે ફેબ્રુઆરી મહિનામાં ૨૭.૪૪ ટકાનો હતો. આવી જ રીતે આયાતમાં પણ વધારો થઇ રહ્યો છે. વેપાર ખાધમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. સર્વિસ એક્સ્પોર્ટમાં વધારો જોવા મળી રહ્યો છે.

Related posts

કોગ્નિઝન્ટને બે દિનમાં ૪૨૦ કરોડ જમા કરવા મદ્રાસ હાઈકોર્ટનો આદેશ

aapnugujarat

ગૌતમ અદાણીએ ચાર કંપનીઓમાંથી થોડી ભાગીદારી વેચી

aapnugujarat

નિકાસ પોલિસીમાં ફેરફાર કરવા સરકારની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1