Aapnu Gujarat
મનોરંજન

ચાંદની બાર ફિલ્મની સિક્વલ બનાવવા માટે તૈયારી શરૂ

જાણીતા નિર્દેશક મધુર ભંડારકર પોતાની નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ચાંદની બારની સિક્વલ બનાવવા માટેની તૈયારી શરૂ કરી ચુક્યા છે. ૧૭ વર્ષ પહેલા મુળ ફિલ્મ ચાંદની બાર આવી હતી. જે ચાહકોને ખુબ પસંદ પડી હતી. હવે બીજા પાર્ટ બનાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ૧૭ વર્ષ પહેલા રજૂ થયેલી ફિલ્મમાં તબ્બુએ મુખ્ય ભૂમિકા અદા કરી હતી. આ ક્રાઇમ ડ્રામા ફિલ્મમાં તમામ કલાકારોએ તેમની એક્ટિંગ કુશળતાથી તમામને પ્રભાવિત કર્યા હતા. સુત્રોએ કહ્યુ છે કે વર્ષ ૨૦૦૫ બાદ ડાન્સ બાર્સ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા બાદ મધુર ભંડારકરે આ વિષય પર ખુબ મહેનત કરી હતી. મળેલી માહિતી મુજબ બીજા ભાગને શૈલેષ આર સિંહ નિર્માણ કરનાર છે. ફિલ્મ એજ વિષય પર આધારિત રહેશે. તેમની પાસે ખુબ સામગ્રી તૈયાર પડેલી છે. પટકથા પર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમ જ મધુર ભંડારકર અંતિમ ડ્રાફ્ટ લોક કરશે કાસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ફિલ્મ આગામી વર્ષથી શરૂ કરી દેવામાં આવનાર છે. હેવાલને સમર્થન આપતા નિર્માતા શેલેષે કહ્યુ છે કે તેઓ મધુરની સાથે ફરી એકવાર ચાંદની બાર ફિલ્મમાં કામ કરીને ખુશ છે. ફિલ્મના અધિકાર મેળવી લેવામાં આવ્યા છે.
ફિલ્મ હવે ફ્લોર પર જનાર છે. ચાંદની બાર ફિલ્મમાં શાનદાર અભિનય બદલ તબ્બુ બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ જીતી ગઇ હતી. અતુલ કુલકર્ણીને બેસ્ટ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત સામાજિક વિષય પર બનેલી બેસ્ટ ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ પણ ચાંદની બાર ફિલ્મે જીતી લીધો હતો. હવે ચાંદની બારની સિક્વલ ફિલ્મના નિર્માણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Related posts

KJ VS KR : એરપોર્ટને કેટલાકે પ્રેસ કોન્ફરન્સ માટેની જગ્યા બનાવી દીધી

aapnugujarat

મોટા સ્ટાર સાથે કામ કરવાથી ફાયદો થયો છે : સોનાક્ષી

aapnugujarat

बांबे हाई कोर्ट ने पायल घोष से पूछा

editor

Leave a Comment

UA-96247877-1