Aapnu Gujarat
મનોરંજન

પ્રિયંકા ચોપડા સલમાનની સાથે ફરી એકવાર ચમકશે

બોલિવુડ અને હોલિવુડમાં લોકપ્રિયતા મેળવી રહેલી લોકપ્રિય સેલિબ્રિટી પ્રિયંકા ચોપડા હવે બે મોટી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તે લાંબા સમય બાદ ફરી એકવાર સલમાનની સાથે દેખાશે. ભારત નામની ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ઉપરાંત પ્રિયંકા ચોપડા સુભાષ ઘાઇની ફિલ્મ એતરાજમાં પણ નજરે પડનાર છે. પ્રિયંકા ચોપડા ભારતીય ફિલ્મોની સાથે સાથે હોલિવુડમાં પણ લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તે કેટલાક હોલિવુડ પ્રોજેક્ટને લઇને વ્યસ્ત છે. હાલમાં તેની પાસે બે મોટી હોલિવુડ ફિલ્મો છે. જેમાં ઇજન્ટ ઇટ રોમેન્ટિક, ધ કિડ લાઇક જેકમાં પણ તે નજરે પડનાર છે. પ્રિયંકા ચોપડા એતરાજની સિક્વલ ફિલ્મમાં પણ કામ કરવા જઇ રહી છે. આની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી ચુકી છે. વિતેલા વર્ષની એતરાજ ફિલ્મમાં અક્ષય કુમાર, કરીના કપુર અને પ્રિયંકા ચોપડાની ભૂમિકા હતી. પ્રિયંકા નેગેટિવ રોલમાં જોરદાર રીતે છવાઇ ગઇ હતી. તેની ભૂમિકાની પ્રશંસા થઇ હતી. પ્રિયંકા ચોપડાને ફિલ્મોમાં લેવા નિર્માતા નિર્દેશકો ભારે ઉત્સુક છે. પ્રિયંકા ચોપડા હાલના સમયમાં ભારતીય ફિલ્મોમાં ઓછી નજરે પડી રહી છઠે અને વિદેશી ફિલ્મોમાં વધારે કામ કરી રહી છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે તે ભારતીય ફિલ્મોમાં કામ કરવા માટે હવે ખુબ જંગી ફી લઇ રહી છે. જેના કારણે નિર્માતા નિર્દેશકો તેને લેવાની હિંમત કરી શકતા નથી. તે બોલિવુડની કેટલીક ફિલ્મોની સાથે હોલિવુડના પ્રોજેક્ટ ધરાવે છે. આગામી દિવસોમાં તે નવી ભારતીય ફિલ્મો પણ સાઇન કરે તેવી શક્યતા દેખાઇ રહી છે. સલમાન ખાનની સાથે ફિલ્મ મળ્યા બાદ પ્રિયંકા ચોપડાને શુટિંગ વેળા ખુબ સમય ફિલ્મને લઇને ગાળવો પડી શકે છે જે તેના માટે મુશ્કેલ બાબત છે.

Related posts

કેડલ જેનરની લોકપ્રિયતા સતત વધી રહી છે : રિપોર્ટ

aapnugujarat

દબંગ-૩નું નિર્દેશન પ્રભુદેવા કરશે

aapnugujarat

कृति के साथ कॉमिडी में दिलजीत दोसांझ आएंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1