Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

હૈદરાબાદ પર ચેન્નાઈની આઠ વિકેટે જીત થઇ

પુણેમાં આજે રમાયેલી ઇન્ડિયન પ્રિમિયર લીગની ૪૬ની મેચમાં ચેન્નાઈ સુપરે સનરાઈઝ હૈદરાબાદ ઉપર આઠ વિકેટે સરળ જીત મેળવી હતી. છ બોલ ફેેંકવાના બાકી હતા ત્યારે જ જીત મેળવી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝ હૈદરાબાદે ચાર વિકેટે ૧૭૯ રન કર્યા હતા જેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગે બે વિકેટે ૧૮૦ રન બનાવીને મેચ જીતી લીધી હતી. ચેન્નાઈ સુપર તરફથી શેન વોટસને ૩૫ બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૫૭ રન કર્યા હતા જ્યારે રાયડુ સાત ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી ૬૨ બોલમાં ૧૦૦ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. ધોની ૨૦ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. ધોનીએ એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૪ બોલમાં આ રન બનાવ્યા હતા. ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ સનરાઈઝે પણ જોરદાર દેખાવ કર્યો હતો. શિખર ધવને ૭૯ રન કર્યા હતા. આઈપીએલમાં એક પછી એક રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા છે. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયા દ્વારા કરાશે આ પહેર્લા ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ટીમ વનડે, ટેસ્ટ અને ટ્‌વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે.કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે.લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે.

Related posts

कांग्रेस के शासन में चला आतंकवाद का दौर : शाह

aapnugujarat

अनंतनाग हमले में शहीद सीआरपीएफ कर्मियों को दी गई श्रद्धांजलि, देश नहीं भूलेगा शहादत

aapnugujarat

અમેરિકા-ચીન બાદ ભારતમાં સૌથી વધારે વિમાની યાત્રીઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1