Aapnu Gujarat
બિઝનેસ

ફરી એક વખત મોંઘું થશે પેટ્રોલ-ડિઝલ

અમેરિકા દ્વારા ઇરાન પર પરમાણુ પ્રતિબંધ લગાવવાની અસર ભારતીયો પર પણ પડે તેવી સંભાવના રહેલી છે. બંને દેશોની વચ્ચેના તણાવની વચ્ચે પેટ્રોલ-ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયાની આસપાસ પહોંચી શકે છે. જો આવું થયું તો ફરી સામાન્ય જનતાના ખિસ્સા પર અસર જોવા મળશે.ઇરાક અને સાઉદી અરબ પછી ઇરાન ક્રૂડ ઑઇલ માટે ભારતનું સૌથી મોટુ સપ્લાયર છે. પ્રતિબંધ લગાવ્યા પછી દુનિયાભરમાં ક્રૂડ ઑઇલની કિંમત વધી ગઇ છે. ડૉલરની સરખામણી રૂપિયાનું સતત પતન થઈ રહ્યું છે. જેને કારણે ભારત સરકાર પર લોડ વધશે.ક્રૂડ ઑઇલની કિંમત પણ અત્યારે ૭૦ ડૉલર પ્રતિ બેરલ ચાલી રહીં છે. ફેબ્રુઆરીમાં ભારત યાત્રાએ આવેલા ઈરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રૂહાની બાદ ભારતે કાચા તેલની આયાતને વધારી દીધી હતી.જો ક્રૂડ ઑઇલ મોંઘુ થાય તો ફરીથી દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થશે. જેને કારણે સામાન્ય વ્યક્તિના જીવન પર ગંભીર અસર પડે. ડિઝલ વધવાથી જ્યાં શહેરોમાં દૂધ, ફળ, શાકભાજી, મોંઘી થઇ જાય તો બીજી તરફ આવન-જાવનમાં પણ વધારો થાય.તો રૂપિયો પણ ૬૬.૮૭ના સ્તર પર વેપાર કરતો દેખાયો છે. બ્રેન્ટ ક્રુડ ૪% ચઢી ૭૧ ડૉલરની નજીક પહોંચવામાં સફળ રહ્યો છે. ડૉલરના મુકાબલે રૂપિયો ૪૦ પૈસો તૂટી ૬૭.૦૫ સ્તર પર આવી ગયો છે. રૂપિયાનું આ સ્તર છેલ્લા ૧૫ મહિનાના સૌથી નીચલા સ્તર પર છે. અંત્તિમ વખત રૂપિયાનું આ સ્તર ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ જોવામાં આવ્યું હતું. ગયા શુક્રવારે રૂપિયો ૨૨ પૈસા તૂટી ૬૬.૮૬ના સ્તર પર વેપાર બંધ થયો છે.એક સમજૂતી હેઠળ ભારત ઇરાનથી પોતાની જ મુદ્રા (ડૉલર નહી)માં ચૂકવણી કરીને ઑઇલની ખરીદી શકે છે, પરંતુ પ્રતિબંધ લગાવ્યા પછી બંને દેશોના વેપાર પર અસર પડશે. તો બીજી તરફ પાકિસ્તાનની સાથેના સંબંધોને કારણે ભારત ઓમાન સાગરમાં ચાબહાર બંદરગાહનો વિકાસ કરીને અફધાનિસ્તાન સાથે વેપાર માર્ગ બનાવી રહ્યો છે, પરંતુ અમેરિકી પ્રતિબંધોના કારણે આ પરિયોજના પર ભારતનું કામ ધીમું પડી શકે છે.આશંકા છે ચાબહાર પરિયોજનાથી પ્રભાવિત થયા પર ઇરાન સરકાર આ પ્રોજેક્ટમાં ચીન અને પાકિસ્તાનને શામેલ કરી દેશે, જે ભારતીય હિતને પ્રભાવિત કરશે. કૂટનીતિક સ્તર પર ભારતનું હિત અફધાનિસ્તાનનું કારણ ઇરાનની સાથે જોડાયેલું છે, જે નવા ઇસ્ત્રાઇલ તથા સાઉદી અરબના અમેરિકાની સાથે બનતા નવા સમીરકરણ પ્રભાવિત થશે.ભારતીય અધિકારીઓ અનુસાર, ઇરાન પર વિત્તી પ્રતિબંધોને અમેરિકાના નિર્ણયને ભારતમાં ઇસ્લામિક રિપબ્લિક દેશોથી ઑઇલ આયાત પર કોઇ અસર નહી પડે. જોકે ટ્રમ્પની ઘોષણાના તરત પછી તેલની કિંમતમાં ૨.૫%નો વધારો થયો. પરંતુ આઇઓસીના વિત્તીય નિદેશને જણાવ્યુ કે, ”જેની ત્વરિત અસર ભારત પર પ્રભાવ નહી કરે.”

Related posts

ફેક્ટરીઓનું ઇન્સ્પેકશન હવે ઓનલાઈન થશે

editor

એફઆઈઆઈ પ્રવાહ વચ્ચે શેરબજારમાં તેજી રહેવાના સંકેત

aapnugujarat

ટોચની ૧૦ કંપની પૈકીની ૫ કંપનીની મૂડીમાં વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1