Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આધારના મામલે સુપ્રીમમાં સુનાવણી પૂર્ણ થઈ

આધારના પ્રમાણને લઇને ઘણા બધા લોકો હજુ પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ વારંવાર દરમિયાનગીરી કરી છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં આધારના મામલામાં સુનાવણી પરિપૂર્ણ કરી લેવામાં આવી છે. બંધારણીય બેંચે હવે ચુકાદો અનામત રાખ્યો છે. આધાર અને તેની સાથે સંબંધિત ૨૦૧૬ના કાયદાની બંધારણીય કાયદેસરતાને પડકાર ફેંકનાર અરજી ઉપર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પરિપૂર્ણ થઇ ગઇ છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેંચે હાલમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. ચાર મહિના દરમિયાન ૩૮ દિવસ સુધી મેરેથોન સુનાવણી ચાલી હતી. એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું હતું કે, કેશ્વાનંદ ભારતી વિરુદ્ધ કેરળ સરકાર નામના મામલામાં સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં આધાર કેસ બીજો મામલો છે જેમાં બંધારણીય બેંચે આટલી લાંબી સુનાવણી હાથ ધરી છે. કોર્ટમાં એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કેન્દ્ર સરકાર તરફથી રજૂઆત કરી હતી. જ્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, પી ચિદમ્બરમ, રાકેશ દ્વિવેદી, શ્યામ દિવાન પણ કેટલાક પક્ષકારો તરફથી ઉપસ્થિત રહ્યા હતા. આધારની બંધારણીય કાયદેસરતાને પડકાર ફેંકીને અનેક અરજીઓ કરવામાં આવી હતી. આધારનો મુદ્દો દેશભરમાં ખુબ ચર્ચામાં રહ્યો છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન ડેટાની સુરક્ષાને લઇને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન કેન્દ્રએ આધારને મોબાઇલ સાથે લિંક કરવાના પોતાના નિર્ણયનો મજબૂતી સાથે બચાવ કર્યો હતો. જો કે, મોબાઇલ ફોનને આધાર સાથે ફરજિયાતપણે જોડવાના સરકારના નિર્ણય સામે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મોબાઇલ યુઝર્સના ફરજિયાત લિંકને લઇને કેટલાક પ્રશ્નો લોકો પણ કરી રહ્યા છે. આધારને લઇને લેવામાં આવેલી માહિતી કેટલી સુરક્ષિત છે. ૧૮મી એપ્રિલના દિવસે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આધાર ડેટા લિક થવાથી પરિણામ પર અસર થઇ શકે છે.

Related posts

स्वच्छ सर्वेक्षण 2020 : इंदौर ने लगातार चौथी बार सबसे स्वच्छ शहर का खिताब हासिल किया

editor

રાફેલ ડીલ પર કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહારો કર્યા

editor

पहली बार सुखोई फाइटर से ब्रह्मोस मिसाइल का परीक्षण

aapnugujarat

Leave a Comment

UA-96247877-1