Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીને કોંગ્રેસ મુક્ત ભારતનું ભુત છે : સોનિયા

કર્ણાટકમાં ચૂંટણી સંગ્રામમાં પ્રથમ વખત પ્રચાર કરવા ઉતરેલા યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે જોરદાર પ્રહારો કર્યા હતા. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, મોદીને કોંગ્રેસમુક્ત ભારતનું ભુત લાગેલુ છે પરંતુ તેઓ કોઇને પણ ચલાવી શકવાની સ્થિતિમાં નથી. મોદી સારા વક્તા તરીકે છે પરંતુ તેમના ભાષણથી પેટ ભરતા નથી. મોદી જ્યાં પણ જાય છે ત્યાં નફરત ફેલાવતા રહે છે. બીજાપુરમાં ચૂંટણી સભાને સંબોધતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકાર કર્ણાટકની સાથે ભેદભાવ કરી રહી છે. સિદ્ધારમૈયા અને તેમના સાથીઓના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા જે પગલા લેવામાં આવ્યા છે તે દાખલારુપ છે. કોંગ્રેસ સરકારે ભારતમાં નંબર વન રાજ્ય તરીકે આગળ વધી રહી છે. કર્ણાટકને નંબર વન બનાવવામાં સરકારની ભૂમિકા છે. બીજી બાજુ ખેડૂતો માટે પણ અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. સિદ્ધારમૈયા સરકારે ગરીબો માટે ઇન્દિરા કેન્ટીન શરૂ કરી છે જેમાં ગરીબોને ખુબ ઓછા પૈસામાં ભોજનની સુવિધા મળી રહી છે. આ દુખદ બાબત છે કે, કોંગ્રેસના વિરોધી આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. અમે જ્યારે મનરેગા લાવ્યા હતા ત્યારે ભાજપ અને મોદીએ આનો વિરોધ કર્યો હતો. કર્ણાટકના ખેડૂત ભીષણ દૂકાળનો સામનો કરી રહ્યા છે જેથી સિદ્ધારમૈયાએ મોદીને મદદ કરવા માટે સમયની માંગ કરી હતી પરંતુ મોદીએ મળવાનો ઇન્કાર કરી દીધો હતો. સિદ્ધારમૈયાને ન મળીને મોદીએ કર્ણાટકની પ્રજાને અપમાનિત કરી હતી. મોદી પર કોંગ્રેસ મુક્ત ભારતનું ઝનુન છે તેમને કોંગ્રેસ મુક્ત ભારતનું ભુત લાગેલુ છે. મોદી પોતાની સામે કોઇને પણ ચલાવી લેવાની સ્થિતિમાં નથી. સોનિયાએ કહ્યું હતું કે, મોદી એક સારા અભિનેતા તરીકે ભાષણ આપે છે. સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, ભાષણથી પેટ ભરાતા નથી. બિમારીની સારવાર માટે દવાની જરૂર હોય છે. ભાષણની જરૂર હોતી નથી. ઇતિહાસના ખોટા તથ્યોને મોદી દ્વારા રજૂ કરવામાં આવે છે. દેશના વીરોના નામનો ઉપયોગ રાજકીય ફાયદા માટે કરતા રહે છે.

Related posts

BJP bought over 17 disqualified MLAs, so doesn’t have “moral grounds” to stay in power : Siddaramaiah

aapnugujarat

UAE Foreign Minister arrival in India for boost cooperation in key sectors such as trade and energy

aapnugujarat

एंबी वैली की नीलामी रुकवाने सुप्रीमकोर्ट पहुंचा सहारा ग्रुप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1