Aapnu Gujarat
રાષ્ટ્રીય

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા મોકુફ કરી દેવાઇ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ આખરે મોહમ્મદ અલી જિણાના ફોટાને લઇને જોરદાર વિરોધ સર્જાયા બાદ યુનિવર્સિટીની પરીક્ષાને મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. ૧૨મી મે સુધી પરીક્ષા મોકુફ કરી દેવામાં આવી છે. કેમ્પસમાં હાલમાં જોરદાર વિરોધ પ્રદર્શન જારી છે. એલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પબ્લિક રિલેશન ઓફિસર ઉમર સલિમે કહ્યુ છે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પરીક્ષા હાલમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના કારણે ૧૨મી મે સુધી મોકુફ કરી દેવામાં આવી છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છેલ્લા તોડાક દિવસથી જમણેરી પાંખના દેખાવકારો સામે પગલા લેવાની માંગ કરીને દેખાવો કરી રહ્યા છે. કેટલાક તોફાની તત્વો કેમ્પસમાં પ્રવેશી ગયા હતા અને સ્ટુડન્ડ યુનિયનની ઓફિસમાંથી જિણાના ફોટાને દુર કરવાની માંગ કરી રહ્યા હતા. ભાજપના સ્થાનિક સાંસદ સતીશ ગૌતમે એએમયુને પત્ર લખીને ફોટાને લઇને વિરોધ કર્યો હતો. ભાજપે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જિણાના ફોટાને દુર કરવાની માંગણી કરી રહેલા લોકોનો વિરોધ કરનારની ઝાટકણી કાઢી હતી. ભાજપે કહ્યુ હતુ કે જિણાની સાથે ઉભા રહેલા લોકો ત્રાસવાદી અફજલ ગુરૂ માટે ઉભા રહ્યા હતા. ભાજપના પ્રવકતા સુદાંશુ ત્રિવેદીએ કહ્યુ હતુ કે પાકિસ્તાનના સ્થાપક મોહમમ્દ અલી જિણા માટે ઉભેલા લોકો જ અફઝલ ગુરૂ જેવા ત્રાસવાદીઓ માટે પણ ઉભા રહ્યા હતા. ત્રિવેદીએ કહ્યુ હતુ કે જિણા પ્રત્યે સાહનુભુતિ ધરાવનાર લોકો દેશના ભાગલા માટે સંપૂર્ણપણે જવાબદાર છે. ત્રિવેદીએ કહ્યુ હતુ કે આ કમનસીબ બાબત છે કે દેશના ભાગલા માટે જવાબદાર લોકોને સમર્થન કરવા માટે કેટલાક લોકો આગળ આવી રહ્યા છે. દરમિયાન મુંબઇમા ભાજપના ઘારાસભ્ય પ્રભાત લોધાએ કહ્યુ છે કે જિણા હાઉસ અને જિણા હોલને સાંસ્કતિક સેન્ટરમાં બદલી દેવાની જરૂર છે. જિણા હાઉસમાં મુંબઇમાં જિણા રહેતા હતા. મુસ્લિમ લીગના નેતાના નામે હોલનુ નાખ રાખવામાં આવ્યુ હતુ.

Related posts

દર મહિને ગેસ સિલિન્ડરની કિંમત હવે ન વધારવા નિર્ણય

aapnugujarat

अमरनाथ हमलाः विपक्षी दलों ने पीएम मोदी को घेरा

aapnugujarat

વિંગ કમાન્ડર અભિનંદનને છોડી દેવા તીવ્ર અમેરિકી દબાણ હતું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1