Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દર મહિને ગેસ સિલિન્ડરની કિંમત હવે ન વધારવા નિર્ણય

સરકારે દર મહિને એલપીજી સિલિન્ડરના રેટ વધારવાના નિર્ણયને આખરે પરત લઇ લેવાનો નિર્ણય કર્યો છે. આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે, દર મહિને રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત વધવાની બાબત સરકારને ગરીબો માટે મફત એલપીજી કનેક્શન ઉપલબ્ધ કરાવવાની યોજના ઉજ્જવલાની વિરુદ્ધમાં ગણવામાં આવી રહ્યું હતું. લોકો આને લઇને વિરોધ કરી રહ્યા હતા.
આ પહેલા સરકારે જાહેર ક્ષેત્રોની તમામ પેટ્રોલિયમ કંપનીઓને જૂન ૨૦૧૬થી એલપીજી સિલિન્ડરની કિંમતોમાં મહિને ૪ રૂપિયાનો વધારો કરવાનો આદેશ કર્યો હતો. દર મહિને ચાર રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો હતો. સરકારને આની પાછળનો હેતુ એલપીજી ઉપર આપવામાં આવી રહેલી સબસિડીને ખતમ કરવા માટેનો હતો. સુત્રોએ કહ્યું છે કે, આ આદેશને ઓક્ટોબર મહિનામાં પરત લેવામાં આવ્યો હતો જેના પરિણામ સ્વરુપે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશને ઓક્ટોબર મહિનાથી એલપીજીની કિંમત વધારી ન હતી. આપહેલા સુધી પેટ્રોલિયમ કંપનીઓને પહેલી જુલાઈ ૨૦૧૬થી દર મહિને ૧૪.૨ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમત બે રૂપિયા વધારવાની મંજુરી આપવામાં આવી હતી. ત્યારબાદ પેટ્રોલિયમ કંપનીઓને ૧૦ વખત એલપીજીની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. દરેક પરિવારને એક વર્ષમાં ૧૨ સબસિડીવાળા સિલિન્ડર મળે છે. આનાથી વધારેની જરૂર હોવાની સ્થિતિમાં બજાર કિંમત ઉપર સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ૩૦મી મે ૨૦૧૭ના દિવસે એલપીજીની કિંમતમાં માસિક વૃદ્ધિને વધારીને બે ગણી એટલે કે ચાર રૂપિયા કરવાનો નિર્ણય કરાયો હતો. પેટ્રોલિયમ કંપનીઓને પહેલી જૂન ૨૦૧૭થી દર મહિને એલપીજીની કિંમતમાં ચાર રૂપિયાનો વધારો કરવા માટેના અધિકાર મળ્યા હતા. આ વધારાનો હેતુ સ્થાનિક સિલિન્ડર પર આપવામાં આવતી સરકાર સબસિડીને શૂન્ય સપાટી પર લાવવા માટેનો હતો. આ કામ માર્ચ ૨૦૧૮ સુધી પૂર્ણ કરવામાં આવનાર હતી. સુત્રોના કહેવા મુજબ આ આદેશ સરકારની ઉજ્જવલા યોજનાની વિરુદ્ધમાં સંકેત આપી રહ્યા હતા. એકબાજુ સરકાર ગરીબોને મફત ગેસ કનેક્શન આપી રહી હતી. બીજી બાજુ દર મહિને સિલિન્ડરની કિંમતોમાં વધારો કરાઈ રહ્યો હતો. આમા સુધારો કરીને હવે આ આદેશ પરત લેવામાં આવ્યો છે. છેલ્લા ૧૭ મહિનામાં ૧૯ વખત એલપીજીની કિંમતમાં ૭૬.૫ રૂપિયાનો વધારો કરાયો છે.

Related posts

ઓકલેન્ડ ક્રિકેટ ટેસ્ટમાં ત્રીજા દિવસે ૧૭ બોલ ફેંકાયા

aapnugujarat

બેંક ખાતા અને મોબાઈલ પછી હવે ઘરને પણ કરાવવું પડશે આધાર લીંક

aapnugujarat

મોદીએ લોકસભા ચૂંટણી વેળા ૧૪૩થી વધારે રેલી યોજી હતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1