Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા ૧૫૫૦૦ કરોડ એપ્રિલમાં પાછા ખેંચાયા

વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાંથી ૧૫૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જે છેલ્લા ૧૬ મહિનામાં સૌથી વધારે રકમ છે. વૈશ્વિક ક્રૂડની કિંમતોમાં એકાએક તીવ્ર વધારો થયા બાદ આ અફડાતફડી જોવા મળી છે. સરકારી સિક્યુરિટીમાં યિલ્ડમાં વધારો થતાં તેની અસર પણ જોવા મળી છે. માર્ચ મહિનામાં ઇક્વિટીમાં ૧૧૬૫૪ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા બાદ આ સ્થિતિ સર્જાઈ છે. માર્ચ મહિનામાં ડેબ્ટ માર્કેટમાંથી ૯૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા તે પહેલા વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિનામાં દેશના મૂડી માર્કેટ (ઇક્વિટી અને ડેબ્ટ)માંથી ૧૧૬૭૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. નવેસરના ડિપોઝિટરી આંકડા મુજબ એફપીઆઈએ ઇક્વિટીમાંથી ૫૫૫૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૧૦૦૩૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. આની સાથે જ કુલ આંકડો ૧૫૫૮૮ કરોડનો રહ્યો છે. ડિસેમ્બર ૨૦૧૬ બાદથી મૂડીમાર્કેટમાંથી સૌથી જંગી નાણા પાછા ખેંચવામાં આવ્યા છે. ડિસેમ્બર ૨૦૧૬માં એફપીઆઈ દ્વારા ૨૭૦૦૦ કરોડ પાછા ખેંચવામાં આવ્યા હતા. સ્થાનિક માર્કેટમાં યિલ્ડમાં વધારો થતાં એફપીઆઈએ ભારતીય ડેબ્ટ માર્કેટમાંથી જંગી નાણા પાછા ખેંચ્યા છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા એફપીઆઈ દ્વારા પ્રોફિટ બુકિંગની સ્થિતિ સર્જવામાં આવી છે. માર્કેટ નિષ્ણાતો માને છે કે, રૂપિયાની નબળી સ્થિતિ, વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં અનિશ્ચિતતા અને અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોના પરિણામ સ્વરુપે વિદેશી મૂડીરોકાણકારો ઉપર અસર થઇ છે. વિદેશી રોકાણકારો વધારે સાવધાન થયા છે.
બોન્ડ યિલ્ડની મજબૂતી તથા વેપાર મંત્રણાને લઇને ઉભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક માર્કેટમાં નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળી રહી છે. સ્થાનિક રાજકીય ઘટનાક્રમોની સ્થિતિ રહેલી છે. એફપીઆઈ દ્વારા ભારતમાં ઇક્વિટીમાંથી જંગી નાણા પાછા ખેંચવામાં આવી રહ્યા છે. એફપીઆઈના ભાગરુપે ઉભરતા બજારમાં સાવધાનીપૂર્વકનું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આ વર્ષે હજુ સુધી એફપીઆઈ દ્વારા ઇક્વિટીમાં ૭૧૦૦ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૧૪૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં એકબાજુ માર્કેટ મૂડી વધારવા માટે કંપનીઓ વચ્ચે સીધી સ્પર્ધા રહેશે. બીજી બાજુ મૂડીરોકાણકારો એફપીઆઈનું વલણ કેવું રહે છે તે બાબત ઉપર પણ ધ્યાન રહેશે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર સંબંધોમાં અનિશ્ચિતતા અને વધતી ક્રૂડની કિંમતોની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ક્રૂડની વધતી કિંમતોના લીધે તેની સીધી અસર ભારતીય અર્થતંત્ર ઉપર થઇ રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે.

Related posts

સ્પાઇસજેટના વિમાનમાં ઉડાન ભરતા એન્જિનમાં લાગી આગ

aapnugujarat

नई सरकार के लिए राजकोषीय घाटे के लक्ष्य को हासिल करने योग्य बजट तैयार करना बड़ी चुनौती

aapnugujarat

હાફીઝ સઇદના સંગઠનો પ્રતિબંધિત સંગઠનોની યાદીથી દૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1