Aapnu Gujarat
બિઝનેસ

૧૦ પૈકીની ચાર કંપનીઓની મૂડી ૩૯૬૦૩ કરોડ વધી ગઇ

છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન દેશની ૧૦ સૌથી વધારે માર્કેટ મૂડી ધરાવતી કંપનીઓ પૈકીની ચાર કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૩૯૬૦૩.૨૭ કરોડનો વધારો થયો છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. ટીસીએસ, એચડીએફસી બેંક, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, આઈટીસી, એચયુએલ, મારુતિ સુઝુકી ઇન્ડિયા, ઇન્ફોસીસ અને ઓએનજીસીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન તેમની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. આ કંપનીઓ દ્વારા કુલ નુકસાનનો આંકડો સંયુક્તરીતે ૩૬૨૮૭.૮૨ કરોડનો રહ્યો છે જે ચાર કંપનીઓને થયેલા નફા કરતા આંકડો ઓછો રહ્યો છે. ટોચની ૧૦ કંપનીઓની યાદીમાંથી એચડીએફસી બેંકની માર્કેટ મુડીમાં ૧૭૨૪૨.૮૮ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૫૧૬૨૩૯.૮૧ કરોડ થઇ છે. એચડીએફસીની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૯૧૭૮.૮૪ કરોડ વધીને ૩૨૦૫૩૧.૨૨ કરોડ થઇ છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડીમાં ૮૮૯૪.૮૩ કરોડનો વધારો થયો છે જેથી તેની માર્કેટ મૂડી વધીને ૨૩૪૭૦૫.૭૧ કરોડ થઇ છે. આવી જ રીતે ટીસીએસની માર્કેટ મૂડી ૪૯૮૬.૭૨ કરોડ વધીને ૬૬૬૩૩૪.૮૦ કરોડ થઇ છે. બીજી બાજુ આરઆઈએલની માર્કેટ મૂડીમાં ૨૫૮૪૪.૩૧ કરોડનો ઘટાડો થયો છે જેથી તેની મૂડી ૬૦૪૩૪૦.૭૭ કરોડ થઇ છે. આવી જ રીતે મારુતિની માર્કેટ મૂડીમાં ૨૯૮૭.૫૮ કરોડનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ૨૬૨૧૭૬.૭૯ કરોડ થઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ૨૬૭૫.૫૫ કરોડનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ૨૫૬૧૭૬.૨૭ કરોડ થઇ છે.
આઈટીસીની માર્કેટ મૂડી પણ ઘટી છે. માર્કેટ મૂડીની વાત કરવામાં આવે તો ટીસીએસ પ્રથમ ક્રમાંક ઉપર પોતાની સ્થિતિ વધારે મજબૂત ધરાવે છે. આરઆઈએલ બીજા, એચડીએફસી બેંક ત્રીજા સ્થાને છે. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૫૪ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો જ્યારે નિફ્ટીમાં ૭૪ પોઇન્ટનો ઘટાડો થયો હતો.

Related posts

શેરબજારમાં ઉથલ-પાથલ રહેવાનાં સંકેત

aapnugujarat

सेबी ने भेदिया कारोबार मामले में अरविंदो फार्मा

aapnugujarat

તહેવારોમાં ટીવી, એસી સહિત ચીજોની કિંમતો અકબંધ રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1